Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ખરાબમાં ખરાબ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવું પડશે

ખરાબમાં ખરાબ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવું પડશે

26 December, 2022 08:48 AM IST | Mumbai
Vinod Kumar Menon

ડૉક્ટરોના મતે શિયાળામાં કોવિડના ઉછાળાથી વધુ ચિંતા તોડી પાડવામાં આવેલી કોરોના વાઇરસની સુવિધા છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મુંબઈ સુધરાઈ દ્વારા ચલાવાઈ રહેલા જમ્બો કોવિડ કૅર સેન્ટર તેમ જ હૉસ્પિટલોના સ્પેશ્યલ વૉર્ડ તોડી પડાતાં સામાન્ય માનવી તેમ જ આરોગ્ય સંભાળ કેન્દ્રના લોકોને એક જ પ્રશ્ન સતાવી રહ્યો છે કે શું આપણે કોવિડના કેસમાં ઉછાળા માટે તૈયાર છીએ, શું આપણાં તબીબી ઉપકરણો કાર્યક્ષમ છે?

‘મિડ-ડે’એ ‘વૈશ્વિક કોવિડના વધારા વચ્ચે જમ્બો સેન્ટર્સનું બંધ કરવું ચિંતાજનક છે’ (ઑક્ટોબર ૧૯) અને ‘તબીબી સાધનોનો ઉપયોગ ન થવા દો, નિષ્ણાતો કહે છે’ (૨૨ ઑક્ટોબર)ના રોજ આ કેન્દ્રોને નાબૂદ કરવા સામે ચેતવણી આપતા ઘણા લેખો આપ્યા છે. 



ચિંતાજનક આંકડા
પ્રત્યેક મેટ્રો શહેરોમાં લગભગ બે લાખ લોકોની આરટીપીસીઆર ટેસ્ટ થઈ છે એમ માની લઈએ તો ૨૦ ટકાના કોવિડ પૉઝિટિવિટી રેટ મુજબ પ્રત્યેક શહેરમાં રોજના ૪૦,૦૦૦ નવા કેસ નોંધાશે, જ્યારે ૨૩ ટકા કોવિડ પૉઝિટિવ પેશન્ટને ઑક્સિજન માટે હૉસ્પિટલમાં દાખલ થવું પડશે. પ્રત્યેક મેટ્રો શહેરમાં પૉઝિટિવ ટેસ્ટ થયેલા લોકોમાંથી ૩૦ ટકા લોકો એટલે કે રોજના ૧૨,૦૦૦ લોકો માટે હૉસ્પિટલના બેડ જોઈશે, આ ક્રિયા ત્રણથી ૧૦ દિવસ ચાલુ રહેશે. આરોગ્ય અધિકારીઓની સમસ્યા એ છે કે અનેક ક્વૉરન્ટીન અને સારવાર કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યાં છે. જેમ કે મુંબઈમાં બીકેસી કોવિડ જમ્બો સેન્ટર, જેમાં ૨૦૦૦થી ઓછી પથારીની ક્ષમતા છે; પરંતુ પથારી, સેંકડો વેન્ટિલેટર, બાળકોની પથારી અને એક આઇસીયુ સાથે પાઇપ કનેક્શન સાથેનો ઑક્સિજન પ્લાન્ટ એક વર્ષ પહેલાં તોડી પાડવામાં આવ્યો હતો. આ કોવિડ સેન્ટરોની ડિઝાઇન વિશે જાણનારાઓ સંસાધનોના નુકસાનથી નાખુશ છે એમ યુનિવર્સિટી ઑફ વૉશિંગ્ટન સીએટલ ખાતે વૈશ્વિક આરોગ્યના પ્રોફેસર અને ડબ્લ્યુએચઓ-ટીડીઆર-જિનીવાના સલાહકાર ડૉક્ટર સુભાષ હીરાએ જણાવ્યું હતું. 


રાજ્યની તૈયારી
ડૉક્ટર સુભાષ હીરા જણાવે છે કે લોકોમાં ભય ન વ્યાપે એ માટે રાજ્યના આરોગ્ય વિભાગે જાહેર જનતાને હેલ્પલાઇન નંબરો, નજીકનાં કોવિડ ટેસ્ટિંગ (આરટીપીસીઆર) સેન્ટર  તથા તેમના સમય અને ઑક્સિજન સપ્લાય કરતી હૉસ્પિટલો, દવાઓનાં કાળાબજાર અટકાવવા પીએમ ઔષધિ કેન્દ્રો દ્વારા દવાઓની ઉપલબ્ધિ વિશે અગાઉથી માહિતગાર કરવાના રહેશે. 
ડૉક્ટર હીરાના જણાવ્યા અનુસાર મુખ્ય ફેરફાર એ હશે કે બીએફડૉટ૭ની ડ્રૉપલેટ ટ્રાન્સમિસિબિલિટીનું પ્રમાણ અનુનાસિક રસીનો ઉપયોગ કરીને એક ચતુર્થાંશ સુધી ઘટાડવામાં આવશે એટલે કે ચાર કરતાં ઓછી વ્યક્તિઓને ચેપ લાગશે. 

ગ્રાન્ટ મેડિકલ કૉલેજ અને સર જેજે ગ્રુપ ઑફ હૉસ્પિટલના પ્રોફેસર ઑફ મેડિસિન ડૉક્ટર વિકાર શેખે તોડી પાડવામાં આવેલા જમ્બો સેન્ટરનાં ઉપકરણોની સ્થિતિ વિશે કહ્યું હતું કે તેઓ વૈશ્વિક કોવિડ-19 સ્થિતિથી ખરેખર ચિંતિત છે. અનેક દેશોમાં કોવિડ કેસમાં નોંધાયેલો ઉછાળો અને પ્રતિરોધક પ્રકારો ભયજનક છે અને આપણે એના પ્રત્યે દુર્લક્ષ સેવી શકીએ નહીં. 


Whatsapp-channel Whatsapp-channel

26 December, 2022 08:48 AM IST | Mumbai | Vinod Kumar Menon

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK