નવી મુંબઈની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) પોલીસ-સ્ટેશનમાં આરોપીઓ સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઈરાનના ખજૂરના વેપારી સાથે લગભગ ૪.૩૬ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ નવી મુંબઈ પોલીસે પાંચ જણ સામે કેસ નોંધ્યો હતો. ફરિયાદીએ જણાવ્યું હતું કે તેણે ૨૦૨૦માં ઈરાનના બંદર અબ્બાસ પોર્ટથી ખજૂરનાં ૨૩ કન્ટેનર મુંબઈના બે વેપારીઓને મોકલ્યાં હતાં. ખજૂરનું કન્સાઇનમેન્ટ મળી ગયા બાદ આરોપીઓએ નકલી પેપર્સ બનાવ્યા હતા કે દુબઈની એક સહયોગી કંપનીએ તેમને ખજૂર સપ્લાય કર્યું હતું. ત્યાર બાદ કન્સાઇનમેન્ટના ૪.૩૬ કરોડ રૂપિયા મૂળ વેપારીને બદલે દુબઈની આ કંપનીને આપવામાં આવ્યા હતા. નવી મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગને ફરિયાદ મળ્યા બાદ તેમણે પ્રાથમિક તપાસ કરી હતી અને ગુરુવારે નવી મુંબઈની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) પોલીસ-સ્ટેશનમાં આરોપીઓ સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો.


