૩૦ વર્ષનો શુભમ ધુરી અને ૪૫ વર્ષનો સુજિત યાદવ કાર પાર્કિંગ એરિયામાં હતા ત્યારે અચાનક તેમના પર કાર પાર્કિંગ લિફ્ટ તૂટી પડતાં બન્ને દબાઈ ગયા હતા
પ્રતીકાત્મક તસવીર
બોરીવલી-વેસ્ટમાં લિન્ક રોડ પર આવેલી ૨૧ માળની ઓમ પ્રથમેશ નામની સોસાયટીમાં ગઈ કાલે સવારના અગિયારેક વાગ્યે ચોંકાવનારી ઘટના બની હતી જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને એકને ઈજા પહોંચી હતી. ૩૦ વર્ષનો શુભમ ધુરી અને ૪૫ વર્ષનો સુજિત યાદવ કાર પાર્કિંગ એરિયામાં હતા ત્યારે અચાનક તેમના પર કાર પાર્કિંગ લિફ્ટ તૂટી પડતાં બન્ને દબાઈ ગયા હતા. કાર લિફ્ટની નીચેથી તેમને તાત્કાલિક ધોરણે બહાર કાઢીને કાંદિવલીમાં આવેલી શતાબ્દી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ શુભમ ધુરીને મૃત જાહેર કર્યો હતો, જ્યારે સુજિત યાદવને હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યો હતો. તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.


