Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બૅન્કો સાથેના વિવાદમાં સિનિયર સિટિઝન્સને કોર્ટના દરવાજા ખખડાવવા ન પડવા જોઈએ : બૉમ્બે હાઈ કોર્ટ

બૅન્કો સાથેના વિવાદમાં સિનિયર સિટિઝન્સને કોર્ટના દરવાજા ખખડાવવા ન પડવા જોઈએ : બૉમ્બે હાઈ કોર્ટ

Published : 28 November, 2026 08:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૮૦ વર્ષના ભૂતપૂર્વ કર્મચારીની ફિક્સ્ડ ડિપૉઝિટમાંથી ૧.૨૦ કરોડ રૂપિયા કાપી લેવાના મામલે બૅન્ક ઑફ બરોડા અને RBIના લોકપાલ સામેની અરજીની સુનાવણીમાં કોર્ટની ટકોર.

વૃદ્ધોને રાહત આપો

વૃદ્ધોને રાહત આપો


બૉમ્બે હાઈ કોર્ટે ગુરુવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ સાથેના વિવાદો ઉકેલવા માટે સિનિયર સિટિઝન્સને વારંવાર કોર્ટના દરવાજા ખખડાવવાની ફરજ ન પડવી જોઈએ.

બૅન્ક ઑફ બરોડાના ૮૦ વર્ષના ભૂતપૂર્વ કર્મચારી અને ગ્રાહકે દાખલ કરેલી અરજીની સુનાવણી દરમ્યાન કોર્ટે આ અવલોકન કર્યું હતું. આ અરજીમાં તેમણે બૅન્ક દ્વારા તેમની ફિક્સ્ડ ડિપૉઝિટમાંથી ૧,૨૦,૧૯,૯૪૮ રૂપિયા કાપી લેવાના નિર્ણય અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના લોકપાલ દ્વારા તેમની ફરિયાદ સાંભળવાનો ઇનકાર કરવાના નિર્ણયને પડકાર્યો હતો.



વૃદ્ધ ગ્રાહકોને બૅન્કોના ઉદાસીન વલણને કારણે વારંવાર બિનજરૂરી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એવું નોંધતાં કોર્ટે તેમના પ્રત્યે વધુ સંવેદનશીલ અને જવાબદાર અભિગમ અપનાવવા જણાવ્યું હતું.


ચીફ જસ્ટિસ મહેશ ચંદ્ર ત્રિપાઠી અને જસ્ટિસ અદ્વૈત એમ. સેઠનાની ખંડપીઠે જણાવ્યું હતું કે ‘કમનસીબે અમારી સામે એવા કિસ્સા આવ્યા છે જ્યાં સિનિયર સિટિઝન્સ બૅન્કો અને નાણાકીય સંસ્થાઓના લાંબા સમયના ગ્રાહક હોવા છતાં આ સંસ્થાઓ સાથેના વ્યવહારમાં અગવડ, મુશ્કેલી અને ઉદાસીનતાનો સામનો કરે છે જે સરળતાથી ઘટાડી શકાય છે અને હકીકતમાં ટાળી શકાય છે.’

કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આવા વિવાદો માટે સિનિયર સિટિઝન્સને કોર્ટમાં આવવું પડે એ નિયમ નહીં પરંતુ અપવાદ હોવો જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2026 08:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK