Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના પોણાચાર લાખ ગ્રાહકોનો ડેટા લીક થઈ ગયો?

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના પોણાચાર લાખ ગ્રાહકોનો ડેટા લીક થઈ ગયો?

Published : 21 October, 2026 09:21 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દેશની સૌથી મોટી સરકારી બૅન્કોમાંની એક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI)ના ગ્રાહકોની સુરક્ષા વિશે એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI)

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI)


દેશની સૌથી મોટી સરકારી બૅન્કોમાંની એક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI)ના ગ્રાહકોની સુરક્ષા વિશે એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ડાર્ક વેબ ફોરમ બ્રીચફોરમ્સ પર સિરિયસિમ નામના એક સાઇબર ફ્રૉડ ગ્રુપે બૅન્કના આશરે પોણાચાર લાખ ગ્રાહકોનો અત્યંત ખાનગી ડેટા હૅક કર્યો હોવાનો સત્તાવાર દાવો કર્યો હતો. સાઇબર સુરક્ષા સાથે જોડાયેલા સોશ્યલ મીડિયા અકાઉન્ટ CyberPulse56 દ્વારા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર આ ગંભીર ઘટનાની સૌપ્રથમ જાણકારી આપવામાં આવી હતી. 
હૅકર્સના દાવા મુજબ તેમની પાસે ગ્રાહકોના નો યૉર કસ્ટમર (KYC) દસ્તાવેજો, લોન-અરજીનાં ફૉર્મ, બૅન્ક-ખાતું ખોલાવવાનાં પત્રકો અને ઘરનાં સરનામાં સહિતની તમામ અંગત માહિતી છે. ગ્રુપ પાસે ૩.૭૫ લાખથી વધુ ડેટા-એન્ટ્રી અને ૨૭૨૨ PDF ફાઇલો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. જોકે આટલા મોટા અને ગંભીર દાવા વિશે હજી સુધી SBI તરફથી કોઈ પણ પ્રકારની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. 

ક્યાંથી ચોરાયો ડેટા?
આ ડેટા સીધો બૅન્કના મુખ્ય સર્વરમાંથી ચોરાયો છે કે પછી કોઈ થર્ડ પાર્ટી એજન્સી પાસેથી લીક થયો છે એ બાબતની ઊંડી તપાસ ચાલી રહી છે. સાઇબર નિષ્ણાતોએ તમામ ખાતાધારકોને સલાહ આપી છે કે આ પરિસ્થિતિમાં ગભરાવાને બદલે તેઓ સતર્ક રહે અને બૅન્કના નામે આવતા કોઈ પણ શંકાસ્પદ ફોનકૉલ કે મેસેજમાં આપવામાં આવેલી કોઈ પણ અજાણી લિન્ક પર ભૂલથી પણ ક્લિક બિલકુલ ન જ કરે.


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2026 09:21 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK