લાઉડસ્પીકરને લીધે નૉઇસ પૉલ્યુશનના નિયમોનું ઉલ્લંઘન થવાની બાબતે હાઈ કોર્ટે ૨૦૧૬ના ઑગસ્ટ મહિનામાં એક ચુકાદો આપ્યો હતો
લાઉડસ્પીકર
મહારાષ્ટ્ર સરકાર દ્વારા ધાર્મિક સ્થળો પર ગેરકાયદે મુકાયેલાં લાઉડસ્પીકરના મામલે યોગ્ય પગલાં લેવામાં આવ્યાં છે અને અદાલતના આદેશનો અનાદર કરવામાં આવ્યો નથી એવું કહીને બૉમ્બે હાઈ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ કરવામાં આવેલી અરજી ફગાવી દીધી હતી.
લાઉડસ્પીકરને લીધે નૉઇસ પૉલ્યુશનના નિયમોનું ઉલ્લંઘન થવાની બાબતે હાઈ કોર્ટે ૨૦૧૬ના ઑગસ્ટ મહિનામાં એક ચુકાદો આપ્યો હતો. સરકાર આ ચુકાદાનું પાલન કરતી ન હોવાનું જણાવીને સરકાર વિરુદ્ધ અદાલતનો અનાદર કર્યાનાં પગલાં લેવાય એવી અપીલ ૨૦૧૮માં એક સામાજિક કાર્યકરે બૉમ્બે હાઈ કોર્ટમાં કરી હતી. હાઈ કોર્ટે મહારાષ્ટ્ર પોલીસનાં ડિરેક્ટર જનરલ રશ્મિ શુક્લાએ એપ્રિલ મહિનામાં રજૂ કરેલા ઍફિડેવિટને ધ્યાનમાં લીધું હતું જેમાં જણાવાયું હતું કે વિવિધ ધાર્મિક સ્થળો પર ૨૮૧૨ લાઉડસ્પીકર લગાવેલાં છે જેમાંથી ૩૪૩ હટાવી દેવાયાં છે અને ૮૩૧ લાઉડસ્પીકરને લાઇસન્સ અને પરવાનગી આપવામાં આવી છે, ૭૬૭ જગ્યાએ લાઉડસ્પીકરનો અવાજ અમુક ડેસિબલથી વધવો ન જોઈએ એવી નોટિસ આપવામાં આવી છે તેમ જ ૧૯ જગ્યાઓ વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ચીફ જસ્ટિસ આલોક આરાધે અને સંદીપ મારણેની ખંડપીઠે નોંધ્યું હતું કે સરકાર અદાલતનાં સૂચનોનું યોગ્ય પાલન કરે છે તેથી અદાલતના અનાદરની અરજી ફગાવી દેવામાં આવી હતી.
કોરોના અપડેટ
મુંબઈમાં ગઈ કાલે નવા ૬ કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં ગઈ કાલે નવા ૧૧ કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં ગઈ કાલે ઍક્ટિવ કેસ હતા ૫૫


