ત્રણેય કાટકર પાડામાં ગણેશનગરમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ પરના ખાડામાં ભરાયેલા પાણીમાં તરવા ગયા હતા, જ્યાં ડૂબી જતાં તેમનો જીવ ગયો હતો
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
બોઇસરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર બનાવેલા મોટા ખાડામાં વરસાદનું પાણી ભરાઈ જતાં આસપાસ રહેતાં ત્રણ બાળકો એમાં સ્વિમિંગ કરવા માટે પડ્યાં હતાં, જેમાં ડૂબી જતાં તેમણે જીવ ગુમાવ્યો હતો. બોઇસર ફાયર-ઑફિસર પી. સી. રાઉતે જણાવ્યું હતું કે ‘સાત વર્ષનો સૂરજ અને ૧૧ વર્ષનો ધીરજ યાદવ ભાઈ હતા. તેમની સાથે ૧૧ વર્ષનો અંકિત ગુપ્ત નામનો બીજો એક છોકરો પણ હતો. ત્રણેય કાટકર પાડામાં ગણેશનગરમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ પરના ખાડામાં ભરાયેલા પાણીમાં તરવા ગયા હતા, જ્યાં ડૂબી જતાં તેમનો જીવ ગયો હતો. તેમને નજીકની હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે લઈ જવાયાં હતાં તેમ જ આકસ્મિક મૃત્યુની ફરિયાદ નોંધવામાં આવી હતી.’
કોરોના અપડેટ
મુંબઈમાં ગઈ કાલે નવા કેસ નોંધાયા નહોતા
મહારાષ્ટ્રમાં ગઈ કાલે નવા ૧૩ કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં ગઈ કાલે ઍક્ટિવ કેસ હતા ૧૪૮

