તે છોકરો પાણીની ટાંકીમાં કેવી રીતે પડ્યો એ જાણી શકાયું નહોતું. પોલીસ આ સંદર્ભે વધુ તપાસ કરી રહી છે.
પ્રતીકાત્મક તસવીર
ભિવંડીમાં મમ્મી-પપ્પા સાથે રહેતો ૭ વર્ષનો છોકરો અરેબિક ક્લાસમાં જવા સાંજના ૬ વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. જોકે તે ૭.૩૦ વાગ્યા સુધી ઘરે પાછો ન ફરતાં પરિવારે તેની શોધ ચાલુ કરી હતી.
આખરે તે બાજુના બિલ્ડિંગમાં દાદરાની નીચે બનાવવામાં આવેલી પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો. તરત જ તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. આ બાબતે ભિવંડીના ભોઈવાડા પોલીસ-સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. પોલીસે હાલ ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધ્યો છે. જોકે તે છોકરો પાણીની ટાંકીમાં કેવી રીતે પડ્યો એ જાણી શકાયું નહોતું. પોલીસ આ સંદર્ભે વધુ તપાસ કરી રહી છે.


