દુકાનોને બહેતર રીતે ડિઝાઇન કરવામાં આવશે તેમ જ સુશોભિત દરવાજા અને અપ્રોચ રોડ પર લેસર લાઇટિંગ વગેરે જેવાં કામ કરવામાં આવશે.
મહાલક્ષ્મી મંદિર
મહાલક્ષ્મી મંદિરની આસપાસના વિસ્તારના સુશોભીકરણનું કામ ટૂંક સમયમાં જ ચાલુ થશે એવી ખાતરી BMCએ આપી છે. કુલ ૪૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટની શરૂઆત હાલમાં પચીસ કરોડ રૂપિયાના ફન્ડથી કરવામાં આવશે. BMC દ્વારા મંદિરની બહારના પરિસરને વિકસિત કરવામાં આવશે, જેથી દર્શનાર્થીઓને વધુ સારી સુવિધા મળી શકે. મંદિરની અંદરના પરિસરનું કામ મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં મંદિરની બહાર આવેલી દુકાનો અને ગલીઓને વિકસિત કરવામાં આવશે. મંદિરને જોડતા રોડ અને ગલીઓને સુધારવામાં આવશે. દુકાનોને બહેતર રીતે ડિઝાઇન કરવામાં આવશે તેમ જ સુશોભિત દરવાજા અને અપ્રોચ રોડ પર લેસર લાઇટિંગ વગેરે જેવાં કામ કરવામાં આવશે.


