દાદર કબૂતરખાનામાં કબૂતરોને ચણ નાખવા બદલ ૧૧ જણને દંડ કરાયો હતો અને તેમની પાસેથી ૫૫૦૦ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
બૃહન્મુંબઈ મ્યુનસિપલ કૉર્પોરેશન (BMC)એ ઑગસ્ટ મહિનામાં અત્યાર સુધી કબૂતરોને ચણ નાખવા બદલ ૩ જણ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કર્યો છે અને ૬૪ જણ પાસેથી ૩૨,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. ત્રણમાંથી બે FIR D વૉર્ડમાં દાખલ કરાયા છે જ્યાં ચાર કબૂતરખાનાં આવેલાં છે. જ્યારે G વૉર્ડમાં એક FIR દાખલ કરવામાં આવ્યો છે જ્યાં દાદર કબૂતરખાના આવેલું છે. દાદર કબૂતરખાનામાં કબૂતરોને ચણ નાખવા બદલ ૧૧ જણને દંડ કરાયો હતો અને તેમની પાસેથી ૫૫૦૦ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.


