અંબાણી પરિવારના જલસાને લીધે ગાજી રહેલા જામનગરના પરિવારમાં ગજબનો યોગાનુયોગ
૧૩ માર્ચે ૨૫ વર્ષનો વિરલ શાહ, બાવન વર્ષના તેના પપ્પા કૌશિકભાઈ અને ૮૦ વર્ષના દાદા અજિતભાઈ એકસાથે દીક્ષા લેશે
જામનગરના એક જ પરિવારના ૮૦ વર્ષના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, તેમનો બાવન વર્ષનો સિવિલ એન્જિનિયર પુત્ર અને તેમનો ૨૫ વર્ષનો બીકૉમ ગ્રૅજ્યુએટ પૌત્ર એમ ત્રણ પેઢી એકસાથે, એક જ મુરતમાં ૧૩ માર્ચે જૂનાગઢ તળેટીમાં આવેલી ગિરનાર દર્શન ધર્મશાળામાં પ્રવજ્યાપંથ ગ્રહણ કરીને આજીવન આયંબિલ તપ આરાધક ગિરનાર તીર્થોધારક પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હેમવલ્લભસૂરીશ્વરજીના ચરણે જિનશાસનને સમર્પિત થશે. આ પહેલાં આ પરિવારની પુત્રવધૂ સહિત ચાર આત્માઓ ઉત્તમ સંયમજીવન સાધી રહ્યાં છે.