થાણે મ્યુનિસિપલ અતિક્રમણ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ કમિશનર મહેશ આહેર ગઈકાલે સાંજે કામ પૂરું કરીને ઘરે જઈ રહ્યા હતા. તે સમયે તેમની સાથે એક સિક્યુરિટી ગાર્ડ પણ હતો. મ્યુનિસિપલ હેડક્વાર્ટર બિલ્ડિંગના પ્રવેશદ્વાર પર ચાર વ્યક્તિઓએ આવીને તેમને માર માર્યો હતો
ફાઇલ તસવીર
થાણે (Thane) અતિક્રમણ વિભાગના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મહેશ આહેર પર હુમલાના સંબંધમાં NCP ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડ (NCP Leader Jitendra Awhad) સહિત સાત લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ અંગે નૌપાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે. ભારતીય દંડ સંહિતાની કલમ 353, 307, 332, 506(2), 143, 148, 149, 120 (b) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મ્યુનિસિપલ એક્ટ 3/25, 4/25 હેઠળ એફઆઈઆર (નં. 60/2023) નોંધવામાં આવી છે.
ગઈકાલે સાંજે મહેશ આહેર પર હુમલો
ADVERTISEMENT
બુધવારે (15 ફેબ્રુઆરી) સાંજે 6:45 વાગ્યે અભિજિત પવાર, હેમંત વાની, વિક્રમ ખામકર અને અન્ય ત્રણ લોકોએ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ગેટ પર મહેશ આહેર પર હુમલો કર્યો હતો. અભિજીત પવાર જિતેન્દ્ર આવડના ખાનગી સચિવ છે. મહેશ આહેરને તાત્કાલિક જ્યુપીટર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સારવાર ચાલી રહી છે.
થાણે મ્યુનિસિપલ અતિક્રમણ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ કમિશનર મહેશ આહેર ગઈકાલે સાંજે કામ પૂરું કરીને ઘરે જઈ રહ્યા હતા. તે સમયે તેમની સાથે એક સિક્યુરિટી ગાર્ડ પણ હતો. મ્યુનિસિપલ હેડક્વાર્ટર બિલ્ડિંગના પ્રવેશદ્વાર પર ચાર વ્યક્તિઓએ આવીને તેમને માર માર્યો હતો. આહેરના બચાવ માટે સુરક્ષાકર્મીઓ દોડી આવ્યા હતા અને તેમાંથી એકે બંદૂક બહાર કાઢી હતી. તેમ છતાં તે આવ્હાડના કાર્યકર્તા એ જ જગ્યાએ ઊભા હતા. થોડા સમય બાદ પાલિકાના વરિષ્ઠ અધિકારીઓ અને નૌપાડા પોલીસ પાલિકાના મુખ્યાલયમાં પ્રવેશ્યા હતા અને પોલીસ સુરક્ષા હેઠળ આહેરને સારવાર માટે જિલ્લા સરકારી હૉસ્પિટલમાં લઈ ગયા હતા.
ઑડિયો ક્લિપ વાયરલ
જીતેન્દ્ર આવડની પુત્રી અને જમાઈની હત્યાની ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ એનસીપીના કાર્યકરોએ આસિસ્ટન્ટ કમિશનર મહેશ આહેરને માર માર્યો હતો. તે પછી, નૌપાડા પોલીસે થાણેમાં NCP કાર્યાલયમાં જઈને NCPના કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. દરમિયાન જિતેન્દ્ર આવ્હાડની પુત્રી નતાશાએ આ મામલામાં નૌપાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ વાયરલ ઑડિયોમાં તેમની હત્યા કરવાનો ઉલ્લેખ છે.
આ પણ વાંચો: પત્નીએ ભોજન બનાવવાની ના પાડતાં પતિએ કર્યો હુમલો, થઈ ૧૦ વર્ષની સજા
વાયરલ થયેલા ઓડિયોમાં જીતેન્દ્ર આવ્હાડની પુત્રી અને જમાઈની હત્યાનો ઉલ્લેખ છે. ઓડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સ્પેનમાં આવ્હાડની પુત્રી નતાશા અને જમાઈનું એડ્રેસ ટ્રેસ કરવામાં આવ્યું છે. આ વાયરલ ઓડિયો ક્લિપે સનસનાટી મચાવી દીધી છે. આરોપ છે કે આ અવાજ થાણે મ્યુનિસિપલ આસિસ્ટન્ટ કમિશનર મહેશ આહેરનો છે. આ દરમિયાન જિતેન્દ્ર આવ્હાડે કહ્યું છે કે તેઓ આ અંગે કોઈ ફરિયાદ નોંધાવશે નહીં.


