પત્નીએ ભોજન બનાવવાની ના પાડતાં તેને ગંભીર રીતે ઘાયલ કરવાના કેસમાં થાણેની કોર્ટે પતિને ૧૦ વર્ષની સજા ફટકારી છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (પી.ટી.આઇ.) : પત્નીએ ભોજન બનાવવાની ના પાડતાં તેને ગંભીર રીતે ઘાયલ કરવાના કેસમાં થાણેની કોર્ટે પતિને ૧૦ વર્ષની સજા ફટકારી છે. આ ઘટના ૧૦ વર્ષ પહેલાં બની હતી. મંગળવારે સેશન્સ જજે ૩૯ વર્ષના યુવકને દોષી ગણીને તેને ૫,૦૦૦ રૂપિયાનો દંડ પણ કર્યો છે. દોષી વન્યા જગન કોર્ડે અને તેની પત્ની લક્ષ્મીબાઈ વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો, કારણ કે તે કોઈ પણ જાતનું કામ કરતો નહોતો. ૨૦૧૩ની ૨૨ સપ્ટેમ્બરે રોજ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને પત્નીએ તેના માટે ભોજન બનાવવાની ના પાડી હતી. ગુસ્સામાં પતિએ લાકડાનો દંડો ઉપાડીને તેને માથા પર માર્યો હતો જેમાં પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી.


