Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અશોક ખરાતે ફોનમાં ડમી નામે નેતાઓના નંબર સેવ કર્યા હતા

અશોક ખરાતે ફોનમાં ડમી નામે નેતાઓના નંબર સેવ કર્યા હતા

Published : 30 March, 2026 10:02 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તપાસ બાકી હોવાનું કહીને અશોક ખરાતની કસ્ટડી પહેલી એપ્રિલ સુધી લંબાવવામાં આવી

નાશિક મૅજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ગઈ કાલે અશોક ખરાતને લઈ જવાયો હતો.

નાશિક મૅજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ગઈ કાલે અશોક ખરાતને લઈ જવાયો હતો.


સ્વયંઘોષિત ગૉડમૅન અશોક ખરાતની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ તેનાં લૅપટૉપ, મોબાઇલ ફોન અને કેટલાક દસ્તાવેજો કોર્ટ સમક્ષ રજૂ કર્યાં હતાં. SITના અધિકારી કિરણકુમાર સૂર્યવંશીએ પણ કોર્ટને અત્યાર સુધી થયેલી તપાસ વિશે માહિતી આપીને અશોક ખરાતની પોલીસ-કસ્ટડી લંબાવવાની માગણી કરી હતી.

સુનાવણી દરમ્યાન સરકારી વકીલે જણાવ્યું હતું કે ‘કેસમાં તપાસ હજી ચાલુ છે અને આરોપી સહકાર આપી રહ્યો નથી. આરોપીની મિલકતોની તપાસ હજી બાકી છે. ઘણી મહિલાઓ હજી પણ ફરિયાદ નોંધાવવા માટે આગળ આવી રહી છે અને અશોક ખરાત તેમનું જાતીય શોષણ કરતાં પહેલાં લલચાવવા માટે જે પાણી અથવા પ્રવાહીનો ઉપયોગ કરતો હતો એની તપાસ હજી બાકી છે. આરોપીના મોબાઇલ ફોન ડેટાનું સ્કૅનિંગ કરવામાં આવ્યું છે અને ક્લોન રિપોર્ટ પ્રાપ્ત થયો છે. ફરિયાદીએ તેના કૉન્ટૅક્ટનાં ખાસ કરીને રાજકીય નેતાઓનાં નામ ડમી ઓળખ સાથે સેવ કર્યાં હતાં કે કેમ એની તપાસ કરવાની છે અને ઘણા ડિજિટલ પુરાવાઓની તપાસ હજી બાકી છે.’



દલીલો સાંભળ્યા પછી ઍડિશનલ ચીફ જુડિશ્યલ મૅજિસ્ટ્રેટ એમ. વી. ભરાડેએ અશોક ખરાતની પોલીસ-કસ્ટડી પહેલી એપ્રિલ સુધી લંબાવી આપી હતી.


સુષમા અંધારેના નવા આરોપ


અશોક ખરાત અને દીપક કેસરકર સહિત રૂપાલી ચાકણકર સાથે દેખાતા નામકર્ણ આવારેની તપાસ કરવાની સુષમા અંધારેએ માગણી કરી છે.

અશોક ખરાતના કેસમાં અશોક ખરાત, દીપક કેસરકર અને રૂપાલી ચાકણકર સાથે કેટલાક ફોટોમાં દેખાતી ત્રીજી વ્યક્તિ નામકર્ણ આવારેની તપાસ થવી જોઈએ એમ કહીને સુષમા અંધારેએ આક્ષેપ કર્યો છે કે નામકર્ણ આવારે તેની કો-ઑપરેટિવ ક્રેડિટ સોસાયટીની મદદથી અનેક અધિકારીઓ અને નેતાઓનાં કાળાં નાણાં ધોળાં કરી આપવાનું કામ કરતો હતો. તેમના એ આક્ષેપ પછી સિન્નર કો-ઑપરેટિવ ઇન્ડસ્ટ્રિયલ કૉમ્પ્લેક્સના ચૅરમૅન નામકર્ણ આવારેએ ખુલાસો આપ્યો હતો કે ‘સિન્નર શિર્ડી માર્ગ પરથી જે નેતાઓ પસાર થાય છે તેમને અમારું અસોસિએશન બોલાવે છે અને તેમનું સન્માન કરે છે. અમે દીપક કેસરકરને બોલાવ્યા હતા અને તેમની સાથે રૂપાલી ચાકણકર પણ હતાં. તેમનું સન્માન કર્યું હતું. એ સિવાય અમારે કોઈ ચર્ચા થઈ નથી.’ 

Whatsapp-channel Whatsapp-channel

30 March, 2026 10:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK