Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કર્જતમાં ૧૦૦ ફુટ ઊંડી ખીણમાં પડેલા ટ્રેકરનો જીવ બચ્યો મોબાઇલની મદદથી

કર્જતમાં ૧૦૦ ફુટ ઊંડી ખીણમાં પડેલા ટ્રેકરનો જીવ બચ્યો મોબાઇલની મદદથી

Published : 30 March, 2026 07:44 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કર્જત નજીક એક પહાડ પરથી લપસીને ૧૦૦ ફુટ ઊંડી ખીણમાં પડી ગયેલા આ ટ્રેકરને સ્થાનિકોએ ૪ કલાકના ભારે જહેમતભર્યા રેસ્ક્યુ-ઑપરેશન બાદ સુરક્ષિત બહાર કાઢ્યો હતો. 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


થાણેના એક યુવાન ટ્રેકર માટે ગ્રામજનો દેવદૂત બનીને આવ્યા હતા. કર્જત નજીક એક પહાડ પરથી લપસીને ૧૦૦ ફુટ ઊંડી ખીણમાં પડી ગયેલા આ ટ્રેકરને સ્થાનિકોએ ૪ કલાકના ભારે જહેમતભર્યા રેસ્ક્યુ-ઑપરેશન બાદ સુરક્ષિત બહાર કાઢ્યો હતો. 

૨૭ વર્ષના શ્રીકાન્ત સાહુએ થોડા દિવસો પહેલાં દાદરથી પદયાત્રા શરૂ કરી હતી. મુસાફરી દરમ્યાન ગયા ગુરુવારે તે કર્જતના ખાંડસ ગામે રોકાયો હતો. શુક્રવારે જંગલ વિસ્તારમાં માર્ગ શોધી રહ્યો હતો ત્યારે અચાનક પગ લપસતાં તે પહાડ પરથી નીચે પડ્યો હતો, જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.



જોકે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતા શ્રીકાન્તે ભારે સમયસૂચકતા વાપરી હતી. તેના મોબાઇલ ફોનમાં માત્ર બે ટકા બૅટરી જ બચી હતી, જેનો ઉપયોગ કરીને તેણે પોતાના લોકેશનનો સ્ક્રીનશૉટ પરિવારને મોકલી આપ્યો હતો. પરિવાર તરફથી જાણકારી મળતાં જ સ્થાનિક ફાર્મહાઉસના માલિકે તાત્કાલિક ૯ સભ્યોની બચાવ-ટુકડી તૈયાર કરીને સર્ચ-ઑપરેશન હાથ ધર્યું હતું.


ભારે જહેમત બાદ રેસ્ક્યુ ટીમે શ્રીકાન્તને શોધી કાઢ્યો હતો અને તેને હેમખેમ ગામમાં લાવવામાં આવ્યો હતો. ગ્રામજનોએ તેને પ્રાથમિક સારવાર, ભોજન અને પાણી પૂરાં પાડ્યાં હતાં. આ ઘટના વિશે કર્જત પોલીસને પણ માહિતગાર કરવામાં આવી હતી. યુવકે શુક્રવારની રાત ગામમાં આરામ કર્યો હતો અને શનિવારે સવારે તે સુરક્ષિત પાછો ફર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

30 March, 2026 07:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK