Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > માર્ચમાં હીટવેવે અકળાવ્યા બાદ એપ્રિલની શરૂઆત વરસાદ સાથે થાય એવી શક્યતા

માર્ચમાં હીટવેવે અકળાવ્યા બાદ એપ્રિલની શરૂઆત વરસાદ સાથે થાય એવી શક્યતા

Published : 30 March, 2026 09:26 AM | Modified : 30 March, 2026 09:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈમાં પહેલી એપ્રિલથી ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા, મરાઠવાડા, વિદર્ભમાં યલો અલર્ટ

તડકામાં રાહત આપતાં વાદળો સાથે મુંબઈમાં ભેજ વધ્યો હતો. તસવીર:  આશિષ રાજે

તડકામાં રાહત આપતાં વાદળો સાથે મુંબઈમાં ભેજ વધ્યો હતો. તસવીર: આશિષ રાજે


છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને હીટવેવની ગંભીર ચેતવણીઓનો સામનો કરી રહેલા મુંબઈગરાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય હવામાન ખાતાની આગાહી મુજબ આવતા અઠવાડિયે મુંબઈના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે અને સતત વધતા તાપમાનમાં ઘટાડો નોંધાશે. ગઈ કાલે પણ મુંબઈના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. હવામાં ભેજ ૭૦ ટકા નોંધાયો હતો.

મંગળવારથી મુંબઈમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે છૂટાછવાયાં ઝાપટાં પડી શકે છે જે એપ્રિલના શરૂઆતના દિવસો સુધી ચાલુ રહેવાની ધારણા છે. વાતાવરણમાં આ પરિવર્તનને કારણે દિવસના તાપમાનમાં પણ ઘટાડો થશે. માર્ચમાં ગરમીના રેકૉર્ડ નોંધાવ્યા બાદ હવે એપ્રિલમાં મહત્તમ તાપમાન ઘટીને ૩૧ ડિગ્રી સેલ્સિયસની આસપાસ સ્થિર થવાની શક્યતા છે.



મુંબઈ, પાલઘર અને થાણે માટે હજી સુધી કોઈ અલર્ટ જાહેર કરવામાં આવી નથી, પરંતુ મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભના અન્ય ભાગોમાં પહેલી એપ્રિલ સુધી ગાજવીજ અને પવન સાથે વરસાદની યલો અલર્ટ આપવામાં આવી છે.


હવામાનશાસ્ત્રીઓના મતે અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે આ ફેરફાર જોવા મળી રહ્યો છે. આવા બદલાવ ક્યારેક પ્રી-મૉન્સૂન તબક્કાની શરૂઆત સૂચવે છે. મહારાષ્ટ્ર સહિત મધ્ય અને પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથેના આ વરસાદને કારણે ગરમીમાં ઘટાડો થઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

30 March, 2026 09:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK