Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાલાસોપારાના સગીર બાળક સાથે તેના જ ગામમાં અકુદરતી કૃત્ય કરાયું

નાલાસોપારાના સગીર બાળક સાથે તેના જ ગામમાં અકુદરતી કૃત્ય કરાયું

14 July, 2021 12:27 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આરોપી ઉત્તર પ્રદેશના ગામમાં હોવાથી આ કેસ હવે ત્યાં ટ્રાન્સફર કરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નાલાસોપારા (ઈસ્ટ)ના તુલિંજ વિસ્તારમાં ૧૧ વર્ષના છોકરા સાથે અકુદરતી કરવાની ઘટના સામે આવી છે. ૨૫-૨૬ જૂન દરમ્યાન આરોપીએ ઉત્તર પ્રદેશમાં સગીર બાળક સાથે અકુદરતી હરકતો કરી હોવાથી આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. 
પ્રાપ્ત માહિતી અનુસાર ૧૧ વર્ષનો છોકરો નાલાસોપારામાં રહે છે. તે ઉત્તર પ્રદેશ જિલ્લાના તેના ગામે ગયો હતો. આરોપી છોકરોના ઘરે ગયો હતો અને ઘરમાં કોઈ ન હોવાનો લાભ લઈને તેણે છોકરા સાથે બળજબરીથી અકુદરતી હરકતો કરી હતી. છોકરોએ તેના પરિવારને આ ઘટના વિશે જણાવ્યું હતું. બાદમાં પરિવારે ૨૦ વર્ષના આરોપી સામે ૧૨ જુલાઈએ તુલિંજ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવ્યો હતો. ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તુલિંજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાંબળેએ જણાવ્યું હતું કે ‘આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે તેમ જ ઝીરો નંબરના માધ્યમથી એફઆઇઆર ઉત્તર પ્રદેશ ટ્રાન્સફર કરવામાં આવશે.’  


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2021 12:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK