Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઍબ્ડૉમેન ગાર્ડ પહેર્યા વિના ક્રિકેટ રમી રહેલા ૧૧ વર્ષના કિશોરનું મૃત્યુ

ઍબ્ડૉમેન ગાર્ડ પહેર્યા વિના ક્રિકેટ રમી રહેલા ૧૧ વર્ષના કિશોરનું મૃત્યુ

06 May, 2024 08:17 AM IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુરુવારે રાતે ૧૧ વર્ષનો શૌર્ય ઉર્ફે શંભુ ખાંડવે ક્રિકેટ રમી રહ્યો હતો ત્યારે તેના પ્રાઇવેટ પાર્ટ પર બૉલ વાગ્યો હતો

શૌર્ય ઉર્ફે શંભુ ખાંડવે

શૌર્ય ઉર્ફે શંભુ ખાંડવે


ક્રિકેટ રમતી વખતે પ્રાઇવેટ પાર્ટ પર બૉલ વાગતાં ૧૧ વર્ષના કિશોરનું મૃત્યુ થયું હોવાની ચોંકાવનારી ઘટના પુણેના લોહગાવમાં બની હતી. અહીંના જગદગુરુ સ્પોર્ટ્સ ઍકૅડેમીના મેદાન પર ગુરુવારે રાતે ૧૧ વર્ષનો શૌર્ય ઉર્ફે શંભુ ખાંડવે ક્રિકેટ રમી રહ્યો હતો ત્યારે તેના પ્રાઇવેટ પાર્ટ પર બૉલ વાગ્યો હતો. શૌર્યએ પ્રાઇવેટ પાર્ટના પ્રોટેક્શન માટે ઍબ્ડૉમેન ગાર્ડ નહોતું પહેર્યું એથી બૉલ વાગ્યા બાદ તે ગ્રાઉન્ડ પર જ ઢળી પડ્યો હતો. ખૂબ દુખાવો ઊપડતાં તે ઊભો પણ નહોતો થઈ શક્યો એટલે તેને તરત સાસૂન હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. શૌર્યના મૃતદેહનો પોસ્ટમૉર્ટમ-રિપોર્ટ ગઈ કાલે આવ્યો હતો જેમાં પ્રાઇવેટ પાર્ટ પર બૉલ વાગવાથી તેનું મૃત્યુ થયું હોવાનું જણાયું હતું.

શૌર્યના કાકા બંડુ ખાંડવેએ આ ઘટના વિશે કહ્યું હતું કે ‘શૌર્ય કુસ્તીનો ખેલાડી હતો. છઠ્ઠા ધોરણની પરીક્ષા પૂરી થઈ હોવાથી તે ઉનાળાના વેકેશનમાં ઘર નજીકના ગ્રાઉન્ડ પર ક્રિકેટ 
રમતો હતો ત્યારે બૉલ વાગવાથી તેનું મૃત્યુ થયું હતું. આ દુખદ ઘટનાથી સૌને કહેવા માગું છું કે છોકરાઓ રમવા માટે ઘરની બહાર નીકળે ત્યારે તેમને વાલીઓએ પ્રોટેક્શન સંબંધી સલાહ આપવી જેથી અમારા શૌર્યની જેમ કોઈનો જીવ ન જાય.’


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 08:17 AM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK