આજે શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરે જીવતા હોત તો તેમણે ઑપરેશન સિંદૂર માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગળે લગાડ્યા હોત.
અમિત શાહ
નાંદેડમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે લોકોને સંબોધતાં કહ્યું હતું કે જો આજે શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરે જીવતા હોત તો તેમણે ઑપરેશન સિંદૂર માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગળે લગાડ્યા હોત.
અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને ઉદ્દેશીને કહ્યું હતું કે ‘આપણા સાથી દેશોમાં ભારત આતંકવાદ સામે ઝીરો ટૉલરન્સની નીતિ અપનાવી રહ્યું છે. એની રજૂઆત કરવા ગયેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળને પણ તમે બારાત કહીને વખોડી રહ્યા છો, જ્યારે કે એ પ્રતિનિધિમંડળમાં તેમના પક્ષના પણ સભ્યો છે.’


