લોકો દૂધ, શાકભાજીથી લઈને ઘરવખરીની નાની-નાની ચીજો પણ ક્વિક કૉમર્સ પ્લૅટફૉર્મ્સ પરથી મગાવતા હોવાથી નાના વેપારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
ધ ઑલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ડિસ્ટ્રિબ્યુટર્સ ફેડરેશન (AICPDF)એ કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા (CCI) સમક્ષ ફરિયાદ કરી છે કે ક્વિક કૉમર્સ પ્લૅટફૉર્મ્સ ભારે ડિસ્કાઉન્ટ આપીને વિવિધ ચીજવસ્તુઓના ભાવ બગાડી રહ્યાં છે અને એને કારણે રીટેલરોને ભારે નુકસાન થઈ રહ્યું છે એટલે આ ક્વિક કૉમર્સ કંપનીઓની બિઝનેસ-પ્રૅક્ટિસિસ સામે તપાસ કરવામાં આવવી જોઈએ. આ સંદર્ભમાં CCIએ ઔપચારિક કેસ નોંધ્યો છે.
આ પહેલાં AICPDFએ કૉમર્સ મિનિસ્ટ્રી અને ફાઇનૅન્સ મિનિસ્ટ્રીને પણ પત્ર લખીને ફરિયાદ કરી હતી. AICPDFનું માનવું છે કે આ ક્વિક કૉમર્સ કંપનીઓ ખોટેખોટી પ્રતિસ્પર્ધા ઊભી કરી રહી છે અને આના કારણે નાના-નાના વેપારીઓને માર્કેટપ્લેસમાંથી હટાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
કોવિડ-19 બાદ ભારતમાં ક્વિક કૉમર્સ કંપનીઓ ઝડપથી વિસ્તાર કરી રહી છે અને એની અસર નાના વેપારીઓ પર થઈ રહી છે. લોકો દૂધ, શાકભાજીથી લઈને ઘરવખરીની નાની-નાની ચીજો પણ ક્વિક કૉમર્સ પ્લૅટફૉર્મ્સ પરથી મગાવતા હોવાથી નાના વેપારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે.

