ઘરે લિપ ટિન્ટ પણ બનાવી શકાય. ૧ ચમચી બીટરૂટનો રસ અને ૧ ચમચી વેસલિન અથવા કોકોનટ ઑઇલ અને વૅક્સ લો. એને ડબલ બૉઇલર પદ્ધતિથી ઓગાળો અને મિક્સ કરો.
કુદરતી રીતે હોઠ ગુલાબી કરવાનો આસાન રસ્તો
હોઠની ત્વચા ખૂબ જ પાતળી અને સંવેદનશીલ હોય છે. તેથી કેમિકલવાળી લિપસ્ટિક કે લિપ બામના બદલે બીટરૂટનો ઉપયોગ એને કુદરતી રીતે ગુલાબી રાખવામાં મદદ કરે છે. એ હોઠની કાળાશને દૂર કરવામાં પણ મદદ કરે છે.
એના તાત્કલિક વપરાશ માટે બીટના ટુકડાને છીણીને એનો રસ કાઢો. એમાં બે-ત્રણ ટીપાં મધ અથવા દેશી ઘી ઉમેરીને રાત્રે સૂતાં પહેલાં લગાવશો તો હોઠને પૂરતું મૉઇશ્ચર મળશે. એ ડ્રાય નહીં થાય.
આ ઉપરાંત ઘરે લિપ ટિન્ટ પણ બનાવી શકાય. ૧ ચમચી બીટરૂટનો રસ અને ૧ ચમચી વેસલિન અથવા કોકોનટ ઑઇલ અને વૅક્સ લો. એને ડબલ બૉઇલર પદ્ધતિથી ઓગાળો અને મિક્સ કરો. એક નાની ડબ્બીમાં ભરીને ફ્રિજમાં મૂકો. આ લિપ બામ તમે દિવસમાં ગમે ત્યારે લગાવી શકો છો.
