Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સરકારી જમીન પર પાર્કિંગ-રૅકેટ

સરકારી જમીન પર પાર્કિંગ-રૅકેટ

Published : 08 May, 2026 10:02 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મોટરરિસ્ટો પાસેથી દાદાગીરી કરીને પૈસા પડાવતી ટોળકી પકડાઈ માનખુર્દ-ઘાટકોપર લિન્ક રોડ પર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


માનખુર્દ-ઘાટકોપર લિન્ક રોડ પર બૈંગનવાડી સિગ્નલ પાસે ગેરકાયદે રીતે પાર્કિંગ લૉટ ચલાવવાના અને વાહનચાલકો પાસેથી પૈસા પડાવવાના આરોપસર દેવનાર પોલીસે શોએબ બોરકર, આસિફ શેખ, જાવેદ ખાન અને દીપચંદ યાદવની ધરપકડ કરી હતી. ગોવંડીના શિવાજીનગર વિસ્તારમાં રહેતા અને ટેલિકૉમ સેક્ટરમાં વ્યવસાય કરતા ૩૫ વર્ષના આસિફ શેખની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. 

દેવનાર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના ૬ એપ્રિલે રાત્રે ૯ વાગ્યે બની હતી. ફરિયાદી કામ માટે ત્યાં ગયો હતો અને જગ્યાના અભાવે પોતાનું વાહન મહારાષ્ટ્ર કમ્પાઉન્ડ પાસે પાર્ક કર્યું હતું. ફરિયાદી પોતાનું વાહન લઈને નીકળી રહ્યો હતો ત્યારે આરોપીઓએ તેને રોકીને આ વિસ્તાર શોએબભાઈ દ્વારા સંચાલિત હોવાનું જણાવીને માસિક ૨૫૦૦ રૂપિયાની માગણી કરી હતી. ફરિયાદીએ જ્યારે આ જમીન સરકારી હોવાનું કહીને પૈસા આપવાનો ઇનકાર કર્યો ત્યારે આરોપીઓએ તેને શારીરિક ઈજા પહોંચાડવાની અને વાહનને નુકસાન કરવાની ધમકી આપી હતી. આરોપીઓએ શોએબને રીઢો ગુનેગાર ગણાવીને ફરિયાદીને ડરાવ્યો હતો જેને કારણે તેણે ડરના માર્યા ૨૫૦૦ રૂપિયા ઑનલાઇન ટ્રાન્સફર કર્યા હતાં.’


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2026 10:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK