નિદા ખાને મહિલા કર્મચારીઓને ઇસ્લામિક પરંપરા અનુસાર પોશાક પહેરવાની અને મુસ્લિમો જેવું વર્તન કરવાની સલાહ આપી હતી.
નિદા ખાન
તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના ધર્માંતરણના કેસમાં વૉન્ટેડ આરોપી નિદા ખાન ઝડપાઈ ગઈ છે. નાશિક પોલીસે તેને સંભાજીનગરમાંથી ઝડપી લીધી છે અને આજે તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે. નિદા ખાને તે બે મહિનાની ગર્ભવતી હોવાથી આગોતરા જામીનની અરજી કરી હતી જે કોર્ટે ફગાવી દીધી હતી. ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) મુજબ નિદા ખાને મહિલા કર્મચારીઓને ઇસ્લામિક પરંપરા અનુસાર પોશાક પહેરવાની અને મુસ્લિમો જેવું વર્તન કરવાની સલાહ આપી હતી.
પ્રામાણિક રિક્ષા-ડ્રાઇવરે ૧૫ લાખ રૂપિયાના દાગીનાની બૅગ પછી આપી
ADVERTISEMENT

મીરા-ભાઈંદરમાં એક પ્રામાણિક રિક્ષા-ડ્રાઇવરે લગભગ ૧૫ લાખ રૂપિયાના દાગીના ભરેલી બૅગ એના માલિકને પાછી આપી હતી. પોલીસની મદદથી મુસાફરને શોધીને તેની બૅગ પાછી આપનાર રિક્ષા-ડ્રાઇવર ચંદ્રશેખર યાદવનું પોલીસે તેની પ્રામાણિકતા બદલ સન્માન કર્યું હતું. દાગીનાની કિંમત ઊંચી હોવા છતાં ચંદ્રશેખર યાદવે પોલીસની મદદથી પ્રામાણિકપણે બૅગ એના માલિકને પાછી સોંપી હતી.
ન્યુ યૉર્કના મેટ ગાલાને ટક્કર આપે એવો પેટ ગાલા

અમેરિકાના ન્યુ યૉર્ક શહેરમાં યોજાતી ફૅશનની અતરંગી મેટ ગાલા ઇવેન્ટમાં દેશવિદેશની સેલિબ્રિટીઝ વિઅર્ડ ફૅશન કરીને રેડ કાર્પેટ પર ચાલતી જોવા મળે છે. આ વખતે પણ ભારતીય મહાનુભાવોએ પોતાની ફૅશનનો જલવો મેટ ગાલા ઇવેન્ટમાં પાથર્યો હતો. જોકે સોશ્યલ મીડિયામાં પાળેલાં પ્રાણીઓ માટેનો ફૅશન-શો વાઇરલ થયો છે. એને નામ જ અપાયું છે પેટ ગાલા. અહીં અલગ-અલગ બ્રીડના ડૉગીઝ જે રીતે સજીધજીને ચાલી રહ્યા છે એ સેલિબ્રિટીઓથી જરાય કમ નથી. કોઈકે પોતાના કદ કરતાં પાંચગણી મોટી વેઇલ ધરાવતું ગાઉન પહેર્યું છે તો કોઈકે મજાનાં ફૂલો અને મોતીઓથી સજાવેલાં કપડાં પહેર્યાં છે. આ ડૉગીઝ કૅમેરા જોઈને મસ્ત પોઝ આપવા પણ ઊભા રહી જાય છે.
વિયેટનામના પ્રેસિડન્ટે NSEની બેલ વગાડી

નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE) ખાતે ગુરુવારે આયોજિત કાર્યક્રમમાં વિયેટનામના રાષ્ટ્રપતિ તો લામના હસ્તે બેલ-રિન્ગિંગ કરવામાં આવ્યું હતું. NSE ગવર્નિંગ બોર્ડના ચૅરપર્સન શ્રીનિવાસ ઇન્જેટી તથા NSEના MD અને CEO આશિષ કુમાર ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈની મુલાકાતે આવેલા વિયેટનામી રાષ્ટ્રપતિએ ભારત અને વિયેટનામ વચ્ચેના આર્થિક સંબંધોને મજબૂત કરવાની દિશામાં આ પ્રતીકાત્મક વિધિમાં ભાગ લીધો હતો.
મંત્રોચ્ચાર પણ કરે છે આ બૌદ્ધ રોબો સાધુ

સાઉથ કોરિયાના સિઓલમાં એક બૌદ્ધ સમારોહમાં સાધુઓની વચ્ચે એક રોબો સાધુ પણ જોવા મળે છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને સ્પિરિચ્યુઅલિટીના અનોખા સંગમ જેવા આ હ્યુમનૉઇડ રોબો સાધુએ બૌદ્ધપૂર્ણિમાના અવસરે સાધુઓ સાથે બેસીને મંત્રોચ્ચાર કર્યા હતા, બુદ્ધની મૂર્તિને ઝૂકીને પ્રણામ કર્યા હતા અને તમામ બૌદ્ધ પરંપરાઓનું પાલન કર્યું હતું. આ રોબોનું નામ છે ગૅબી. ગૅબી સાધુ ટેક્નૉલૉજી અને જ્ઞાનનો સમન્વય છે.
