આ અમેરિકન સેન્ટરની જમીનમાં ૬૦,૦૦૦ ચોરસફીટ જેટલું બાંધકામ થઈ શકશે
૧૩૩૭.૮૧ ચોરસ મીટરમાં ફેલાયેલ ઐતિહાસિક અમેરિકન સેન્ટર
મુંબઈના મરીન લાઇન્સમાં આવેલા સાત માળના ૧૩૩૭.૮૧ ચોરસ મીટરમાં ફેલાયેલા ઐતિહાસિક અમેરિકન સેન્ટરને અભિનંદન લોઢાની ધ હાઉસ ઑફ અભિનંદન લોઢા (HoABL) ઇન્ફ્રાવર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ ૫૬ કરોડ રૂપિયામાં ખરીદ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ૧૯૬૮માં બનાવવામાં આવેલા મુંબઈના આ અમેરિકન સેન્ટરે વર્ષો સુધી અમેરિકા અને ભારતના સંબંધ માટે એક મહત્ત્વપૂર્ણ કેન્દ્રના રૂપમાં કામ કર્યું છે. અમેરિકન સેન્ટરમાં અમેરિકન લાઇબ્રેરી, USA-INDIA એજ્યુકેશન ફાઉન્ડેશન, USA ફૉરેન કમર્શિયલ સર્વિસ અને પ્રેસ તથા સાંસ્કૃતિક વિભાગની ઑફિસો આવેલી છે. આ અમેરિકન સેન્ટરની જમીનમાં ૬૦,૦૦૦ ચોરસફીટ જેટલું બાંધકામ થઈ શકશે.