Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મેટ્રો 2Bના સ્ટેશનને હરે રામ હરે ક્રિષ્ના મંદિર નામ આપવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો

મેટ્રો 2Bના સ્ટેશનને હરે રામ હરે ક્રિષ્ના મંદિર નામ આપવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો

Published : 07 September, 2026 09:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડી. એન. નગરથી ESIC નગરના સ્ટ્રેચ પર આવેલા સ્ટેશનના નામ માટે રાજ્ય સરકારની મંજૂરી

એકનાથ શિંદે

એકનાથ શિંદે


મુંબઈગરાઓની ધાર્મિક ભાવના અને માગણીને ધ્યાનમાં લઈને જુહુમાં આવેલા ઇસ્કૉન મંદિરની બાજુમાં બની રહેલા મેટ્રો 2Bના સ્ટેશનને ‘હરે રામ હરે ક્રિષ્ના મંદિર’ નામ આપવાનો પ્રસ્તાવ રાજ્ય સરકારે મંજૂર કર્યો છે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એ માટે મંજૂરી આપી છે. તેમણે કહ્યું હતું કે એ પ્રસ્તાવ હવે આગળ કેન્દ્ર સરકારની રેલવે મિનિસ્ટ્રીને અપ્રૂવલ માટે મોકલવામાં આવ્યો છે. મેટ્રો 2Bના ડી. એન. નગરથી ESIC નગરના સ્ટ્રેચ પર આવેલા આ સ્ટેશનને ‘હરે રામ હરે ક્રિષ્ના મંદિર’ નામ આપવાની સત્તાવાર માગણી જોગેશ્વરીના સંસદસભ્ય રવીન્દ્ર વાયકરે એકનાથ શિંદે રાજ્યના મુખ્ય પ્રધાન અને અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના પ્રધાન હતા ત્યારે જ કરી હતી. એકનાથ શિંદેએ આ બાબતે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટીના કમિશનર સંજીવ મુખરજીને પણ વાત કરી હતી અને ત્યાર બાદ પ્રસ્તાવને સ્ટેટ ગવર્નમેન્ટ દ્વારા મંજૂર કરીને કેન્દ્ર સરકારની રેલવે મિનિસ્ટ્રીને અપ્રૂવલ માટે મોકલવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2026 09:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK