Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લોકલ ટ્રેનમાંથી ત્રણ મહિનામાં ૯૫૦૦ ફેરિયા અને ભિક્ષુકો પકડાયા: RPFએ ૬૦ લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો

લોકલ ટ્રેનમાંથી ત્રણ મહિનામાં ૯૫૦૦ ફેરિયા અને ભિક્ષુકો પકડાયા: RPFએ ૬૦ લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો

Published : 14 April, 2026 07:55 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેસ્ટર્ન રેલવેમાં ૪૧૬૩ ફેરિયાઓ અને ૫૭૯ ટ્રાન્સજેન્ડર સામે કેસ નોંધીને ૨૦.૭૪ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ દરમ્યાન એક સઘન ઝુંબેશ ચલાવી હતી. મધ્ય અને પશ્ચિમ રેલવે દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા આ ઑપરેશનમાં ૯૫૦૦થી વધુ લોકો સામે ગુનો નોંધીને કુલ ૬૦.૪૨ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ ૩ મહિના દરમ્યાન સ્ટેશનો, પ્લૅટફૉર્મ અને ટ્રેનના ડબ્બાઓમાં કુલ ૧૮૧૦ સ્પેશ્યલ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. આ કાર્યવાહીમાં અનધિકૃત ફેરિયાઓ, ટ્રાન્સજેન્ડર્સ અને ભિક્ષુકોનો સમાવેશ છે. સેન્ટ્રલ રેલવેમાં ૪૩૪૮ ફેરિયાઓ અને ૪૦૨ ટ્રાન્સજેન્ડર સામે કાર્યવાહી કરીને ૩૯.૬૮ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો, જ્યારે વેસ્ટર્ન રેલવેમાં ૪૧૬૩ ફેરિયાઓ અને ૫૭૯ ટ્રાન્સજેન્ડર સામે કેસ નોંધીને ૨૦.૭૪ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૩૨૨૬ ભિક્ષુકો અને અન્ય અનધિકૃત વ્યક્તિઓને રેલવે પરિસરમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2026 07:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK