પોલીસે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધીને આરોપી માતાની ધરપકડ કરી છે.
પ્રતીકાત્મક તસવીર
મૂળ પશ્ચિમ બંગાળની રહેવાસી અને પાલઘરમાં મમ્મીના ઘરે ડિલિવરી માટે આવેલી ૩૦ વર્ષની મહિલાએ નવજાત બાળકીને ગળું દબાવીને મારી નાખી હોવાનો આંચકાજનક બનાવ સામે આવ્યો છે. અગાઉ ત્રણ દીકરી હોવાથી તેને વધુ એક દીકરી નહોતી જોઈતી. એથી શનિવારે સરકારી હૉસ્પિટલમાં સુવાવડ થયા બાદ તેણે બાળકીને મારી નાખી હોવાનું દહાણુ પોલીસે જણાવ્યું હતું. હૉસ્પિટલના સ્ટાફને બાળકીનું કુદરતી રીતે મૃત્યુ ન થયું હોય એવી શંકા થઈ હતી. આ બાબતે પોલીસે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધીને આરોપી માતાની ધરપકડ કરી છે.

