Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોપરી બ્રિજ પર ૧૨૦ વ્હીલવાળી ટ્રક અટવાઈ

કોપરી બ્રિજ પર ૧૨૦ વ્હીલવાળી ટ્રક અટવાઈ

Published : 01 August, 2026 11:28 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસની ઝડપી કામગીરીના કારણે હજારો મુસાફરોના કલાકો બચી ગયા હતા

ટ્રક ઉપર ચડતી વખતે ગિઅરબૉક્સ ફેલ થવાના કારણે બંધ પડી ગઈ હતી

ટ્રક ઉપર ચડતી વખતે ગિઅરબૉક્સ ફેલ થવાના કારણે બંધ પડી ગઈ હતી


શુક્રવારે સવારે ૭ વાગ્યાના પીક અવર્સ દરમ્યાન મુંબઈ-નાશિક હાઇવે પર આવેલા કોપરી બ્રિજ પર મુંબઈથી લખનઉની એક ખાંડ-મિલમાં મશીનરી લઈ જતી ૧૨૦ વ્હીલની ઓવર ડાયમેન્શનલ ટ્રક ઉપર ચડતી વખતે ગિઅરબૉક્સ ફેલ થવાના કારણે બંધ પડી ગઈ હતી. પુલ પર આટલા મોટા વાહનના બગડી જવાથી ભારે ટ્રાફિક-જૅમ થવાની શક્યતા હતી. ૧૨૦ વ્હીલવાળાં વાહનો કદમાં લગભગ મકાન જેટલાં મોટાં હોય છે. રશ અવર્સમાં પુલ પર આવા વાહનનું બંધ પડી જવું ટ્રાફિક-પોલીસ માટે સૌથી મોટી ચિંતાનો વિષય હોય છે. પોલીસની ઝડપી કામગીરીના કારણે હજારો મુસાફરોના કલાકો બચી ગયા હતા. 

બોરીવલીમાં ડમ્પરે રિક્ષાને પીસી નાખી




બોરીવલી (ઈસ્ટ)માં નૅશનલ પાર્ક નજીક પૂરપાટ વેગે આવતા ડમ્પરે એક રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં મહિલા રિક્ષા-ડ્રાઇવર તથા એમાં બેઠેલા એક પ્રવાસીને ગંભીર ઈજા પહોંચી હતી. સ્થાનિક રહેવાસીઓ બન્ને ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં લઈ ગયા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ આદરી હતી. આ ઘટનાને પગલે થોડા કલાક માટે આ રસ્તે ટ્રાફિક-વ્યવહાર ખોરવાયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2026 11:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK