અજગરને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સાવચેતીપૂર્વક પકડી લીધો હતો
બિલાડીનો શિકાર કરતાં મળી આવેલો અજગર
મુંબઈના બાંદરા-ઈસ્ટ વિસ્તારમાં આવેલી એક રેસિડેન્શિયલ સોસાયટીમાંથી શુક્રવારે સવારે ૧૧ ફુટ લાંબો અજગર મળી આવ્યો હતો. આ અજગરે એક બિલાડીનો શિકાર કર્યો હતો અને એના શરીર ફરતે વીંટળાયેલી હાલતમાં જોવા મળ્યો હતો.
આ વિસ્તારના એક રહેવાસીએ સવારે આશરે ૮.૪૦ વાગ્યે અજગરને જોતાં જ તાત્કાલિક સ્નેક રેસ્ક્યુઅર અતુલ કાંબળેનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતાં જ રેસ્ક્યુઅર ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને અજગરને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સાવચેતીપૂર્વક પકડી લીધો હતો.
ADVERTISEMENT
વનવિભાગના અધિકારીના જણાવ્યા મુજબ નિર્ધારિત સરકારી ગાઇડલાઇન્સ અને પ્રોટોકૉલનું પાલન કરીને આ અજગરને ટૂંક સમયમાં એના કુદરતી જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે.
