Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પાલઘરમાં વરસાદી દુર્ઘટનાઓમાં અત્યાર સુધી ૧૦નાં મોત

પાલઘરમાં વરસાદી દુર્ઘટનાઓમાં અત્યાર સુધી ૧૦નાં મોત

Published : 08 July, 2026 07:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છઠ્ઠી અને સાતમી જુલાઈ દરમ્યાન જ ત્રણ જણે જીવ ગુમાવ્યા

પાલઘરમાં સોમવારે અને મંગળવારે ૨૦૩ મિલીમીટર વરસાદ પડ્યો એને કારણે રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા.

પાલઘરમાં સોમવારે અને મંગળવારે ૨૦૩ મિલીમીટર વરસાદ પડ્યો એને કારણે રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા.


પાલઘરમાં ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે ત્યારે થયેલી દુર્ઘટનાઓમાં પહેલી જુલાઈથી સાતમી જુલાઈ દરમ્યાન એટલે એક જ અઠવાડિયામાં ૧૦ જણે જીવ ગુમાવ્યા હોવાનું ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ઇન્દુ રાણીએ જણાવ્યું હતું. છઠ્ઠી અને સાતમી જુલાઈએ ૨૪ કલાકમાં જ અહીં ૨૦૩ મિલીમીટર વરસાદ ખાબક્યો હતો જેના કારણે ત્રણ જણનું મૃત્યુ થયું હતું. ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑપરેશન્સમાં કુલ ૩૮૯ કુટુંબના ૧૨૬૧ લોકોને ઉગારીને પાલઘર, વસઈ અને વાડા તાલુકામાં આવેલા રિલીફ સેન્ટરમાં, ચર્ચમાં, કમ્યુનિટી હૉલ જેવા સુર​િક્ષત સ્થળોએ આશ્રય આપવામાં આવ્યો છે. વિરારમાં સ્થાનિક પ્રશાસનને રાહતકાર્યમાં મદદ કરવા માટે સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF) અને નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ને પણ તહેનાત કરવામાં આવી છે. 

૧૦ જણનાં મૃત્યુ ઉપરાંત દહાણુમાં એક જણ મિસિંગ હોવાની જાણકારી અપાઈ હતી. આ ઉપરાંત પિંજલ અને વૈતરણા નદી બન્ને કાંઠે વહી રહી હોવાની અને માહિમ-કેળવે ડૅમ પણ ૧૦૦ ટકા ભરાઈ ગયો હોવાની માહિતી તેમણે આપી હતી. ઉપરાંત ૮૦૮૫ પક્ષીઓ, ૭ ભેંસ, બે બળદનાં મૃત્યુ નોંધાયાં હતાં. 


Whatsapp-channel Whatsapp-channel

08 July, 2026 07:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK