વિશ્વના ૯૦ ટકા લોકો માટે ચૉકલેટ એ ફેવરિટ ડિઝર્ટ છે. જોકે એ જ કારણોસર ચૉકલેટી રંગ અને ચૉકલેટ જેવી ફીલ આપતી ફૅશન પણ ઑલટાઇમ હિટ રહે છે. આજે વર્લ્ડ ચૉકલેટ ડે નિમિત્તે ફૅશનમાં તમે કઈ રીતે ચૉકલેટ અને ચૉકલેટી રંગને ફૅશનમાં અપનાવી શકો એ જાણી લો
લિપસ્ટિકમાં ચાલી રહેલ ટ્રેન્ડ
જ્યારે પણ ચૉકલેટ શબ્દ કાને પડે ત્યારે મોંમાં પાણી આવી જવું સ્વાભાવિક છે. જોકે સ્વીટ ડિલાઇટ માત્ર ખાવા પૂરતી સીમિત નથી રહી પરંતુ ગ્લોબલ પર પણ રાજ કરી રહી છે. આજે વર્લ્ડ ચૉકલેટ ડે છે ત્યારે જો તમે કંઈક હટકે ટ્રાય કરવા માગતા હો તો ચૉકલેટ-વેવ્ઝ તમારા લુકને સુપર ક્લાસી અને ગ્લૅમરસ બનાવી શકે છે. અત્યારે ઇન્ટરનૅશનલ રૅમ્પથી લઈને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ સુધી ચૉકલેટી ફીવર જોવા મળી રહ્યો છે.
ચૉકલેટ-ગ્લેઝ્ડ ડોનટ નેઇલ્સ
ગ્લેઝ્ડ ડોનટ નેઇલ્સનો ક્રેઝ તો તમે જોયો જ હશે, પણ આ વખતે એમાં ચૉકલેટ ટ્વિસ્ટ આવ્યો છે. આ નેઇલ આર્ટમાં ન્યુડ કે મિલ્ક ચૉકલેટ બ્રાઉન કલરના બેઝ પર ક્રોમ પાઉડરનો ઉપયોગ કરીને શાઇની, ગ્લૉસી અને પર્લ-લાઇક ફિનિશ આપવામાં આવે છે. જાણે નખ પર ઓગળેલી ચૉકલેટનું ક્લિયર લેયર લગાવ્યું હોય એવું આ લાગે છે.
ક્યારે લગાવી શકાય?
આ ટ્રેન્ડ એટલો સૉફિસ્ટિકેટેડ છે કે તમે એને ઑફિસવેઅર, ફૉર્મલ મીટિંગ્સ કે ડેઇલી કૉલેજ-લુક માટે પણ કૅરી કરી શકો છો. આ સિવાય કૉકટેલ પાર્ટી, કૅઝ્યુઅલ ડિનર ડેટ કે ફ્રેન્ડ્સ સાથેના સન્ડે બ્રન્ચ માટે આ નેઇલ આર્ટ એકદમ પર્ફેક્ટ અને એલિગન્ટ ચૉઇસ છે.
ADVERTISEMENT
મેલ્ટેડ ચૉકલેટ લિપ્સ ટ્રેન્ડ
૯૦ના દાયકાની પૉપ્યુલર અને આઇકૉનિક ફૅશન ફરી પાછી આવી છે. આ ટ્રેન્ડ એટલે મેલ્ટેડ ચૉકલેટ લિપ્સ. આ લુક ક્રીએટ કરવા માટે સૌથી પહેલાં ડાર્ક બ્રાઉન કલરના લિપ લાઇનરથી હોઠને સરસ આઉટલાઇન કરો. ત્યાર બાદ સેન્ટરમાં મિલ્ક ચૉકલેટ કે કૉફી શેડની લિપસ્ટિક લગાવો અને બન્નેને સરસ રીતે બ્લેન્ડ કરો. લાસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ એના પર હાઈ-શાઇન ક્લિયર લિપ ગ્લૉસનું જાડું લેયર લગાવો. આનાથી હોઠ એકદમ પ્લમ્પી, હાઇડ્રેટેડ અને ગ્લૉસી દેખાશે - જાણે લિપ્સ પર ચૉકલેટ મેલ્ટ થઈ હોય. આ મોલ્ડન-રેટ્રો લુક નાઇટ પાર્ટીઝ, ક્લબિંગ, ફેસ્ટિવલ ઇવેન્ટ્સ કે સંગીત સેરેમની જેવા ગ્લૅમરસ ઑકેશન્સ માટે બેસ્ટ છે. જો તમે કોઈ મ્યુઝિક કૉન્સર્ટમાં જઈ રહ્યા હો કે પછી ગર્લ્સ નાઇટ આઉટ પ્લાન કરી રહ્યા હો તો આ લિપ ટ્રેન્ડ તમને ભીડથી અલગ તારવશે. તમે જ્યારે મેલ્ટેડ ચૉકલેટ લિપ્સ ટ્રાય કરો ત્યારે આંખોનો મેકઅપ એકદમ મિનિમલ કે ન્યુડ રાખવો, જેથી આખું ફોકસ તમારા સુંદર ચૉકલેટી હોઠ પર રહે.
કેમ ચૉકલેટી કલર અત્યારે આટલો પૉપ્યુલર?
કલર સાઇકોલૉજી મુજબ બ્રાઉન અને ચૉકલેટ શેડ્સ સ્ટેબિલિટી, કમ્ફર્ટ અને રિચનેસનું પ્રતીક છે. ફૅશન એક્સપર્ટ્સના મતે આ કલર દરેક સ્કિન ટોન, ખાસ કરીને ઇન્ડિયન સ્કિન ટોન પર ખૂબ જ નૅચરલ અને રૉયલ લુક આપે છે. એટલે જ આ ચૉકલેટી ફૅશન અત્યારે ઑલ-ટાઇમ ફેવરિટ બની છે.
ચૉકલેટ ટ્રેન્ડ સાથે કેવાં આઉટફિટ્સ મૅચ કરશો?
જો તમે ચૉકલેટ મેકઅપ કે નેઇલ આર્ટ ટ્રાય કરી રહ્યા હો તો કેટલીક ટિપ્સ ધ્યાનમાં રાખવા જેવી છે. મોનોક્રોમ લુક અપનાવવો હોય તો ઑફ-વાઇટ, ક્રીમ, બેજ કે આઇવરી કલરનાં આઉટફિટ્સ સરસ લાગશે અને કૉન્ટ્રાસ્ટ લુક જોઈતો હોય તો ઑલિવ ગ્રીન, ડેનિમ બ્લુ કે પેસ્ટલ પિન્ક કલરનાં કપડાં સાથે આ ચૉકલેટી ઍક્સેસરીઝ ખૂબ જ ક્લાસી લાગશે.
ટૉર્ટોઇઝ શેલ સનગ્લાસિસ
જો વાત ઍક્સેસરીઝની હોય તો ટૉર્ટોઇઝ શેલ એટલે કે કાચબાની પીઠ જેવી પૅટર્નવાળા દેખાતા સનગ્લાસિસ અત્યારે હૉટ ફેવરિટ છે. આ ગ્લાસિસમાં ડાર્ક બ્રાઉન, હની ગોલ્ડ અને બ્લૅક શેડ્સનું એવું મિશ્રણ હોય છે જે રિચ ચૉકલેટ વાઇબ્સ આપે છે. આ વિન્ટેજ છતાં મૉડર્ન દેખાતાં ચશ્માં તમારા સિમ્પલ આઉટફિટને પણ ઇન્સ્ટન્ટલી અપગ્રેડ કરી દે છે.
ક્યાં પહેરી શકાય?
ટૉર્ટોઇઝ શેલ સનગ્લાસિસ ખૂબ જ વર્સેટાઇલ છે. તમે એને સમર આઉટિંગ્સ, બીચ વેકેશન, ઍરપોર્ટ લુક કે પછી ડ્રાઇવિંગ કરતી વખતે પહેરી શકો છો. વેસ્ટર્ન આઉટફિટ્સ જેમ કે વાઇટ શર્ટ-ડેનિમ અથવા તો પેસ્ટલ કલરના કો-ઓર્ડ સેટ્સ સાથે આ સનગ્લાસિસ કિલર લુક આપે છે.
