રશિયાએ 11 ઓગસ્ટના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લ્યુના-25 મિશન લોન્ચ કર્યું, જે 47 વર્ષમાં તેનું પ્રથમ ચંદ્ર પરનું લેન્ડર છે. લ્યુના-25 મિશનના સફળ પ્રક્ષેપણ બદલ ભારત તરફથી રશિયાને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. ઇસરોએ ટ્વિટર પર ચંદ્રયાન-3 અને લુના-25 બંને માટે શુભેચ્છા પાઠવતા લખ્યું હતું કે, “રશિયન ચંદ્ર મિશન એ 1976 પછીનું પ્રથમ મિશન છે. ભારતના ચંદ્રયાન-3ની જેમ જ રશિયાનું લક્ષ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું છે."

















