ફ્રાન્સના મુખ્ય કાર્યકારી અધિકારીઓએ ઈન્ડો-ફ્રાન્સ સીઈઓ ફોરમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીતની પ્રશંસા કરી હતી. 15 જુલાઈના રોજ ANI સાથે વાત કરતા ચેનલના ગ્લોબલ સીઈઓ લીના નાયરે પીએમ મોદીને મળવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, "પીએમ ભારતને દરેક માટે રોકાણ હબ તરીકે સુનિશ્ચિત કરવામાં રસ ધરાવે છે."

















