વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 ઑગસ્ટે યુક્રેનના કિવમાં મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ઑગસ્ટે પોલેન્ડથી કિવ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે યુક્રેનની એક દિવસીય મુલાકાત શરૂ કરી હતી. વર્ષ 1991માં સોવિયત યુનિયનથી સ્વતંત્ર થયા બાદ ભારતીય વડાપ્રધાન દ્વારા યુક્રેનની આ પ્રથમ મુલાકાત છે.