ભારતીય રિફાઇનર્સે અગાઉ કહ્યું હતું કે વેનેઝુએલાના ક્રૂડ ઑઇલ પર ડિસ્કાઉન્ટ વ્યાપારી રીતે આકર્ષક બનાવવા માટે પૂરતું નથી.
નરેન્દ્ર મોદી
રશિયાના તેલની આયાતને બદલે અમેરિકાએ ભારતને વેનેઝુએલાના તેલની ઑફર કરી હોવાનું એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. આ સંદર્ભમાં મળતા અહેવાલ મુજબ ગયા વર્ષે ભારત પર વેનેઝુએલાનું તેલ ખરીદવા માટે ટૅરિફ લાદનાર અમેરિકાએ હવે રશિયન તેલની આયાતને બદલવા માટે વેનેઝુએલાના તેલની ઑફર કરી છે. ભારત આગામી મહિનાઓમાં એની રશિયન તેલની આયાતમાં દરરોજ ઘણા લાખ બૅરલનો ઘટાડો કરવાના માર્ગ પર છે એમ એમાં ઉમેરવામાં આવ્યું છે. વેનેઝુએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોને પકડ્યા પછી અમેરિકા એના તેલઉદ્યોગને નિયંત્રિત કરે છે.
ભારતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન અને મૅન્ગલોર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ હાલમાં રશિયન ઑઇલ ખરીદે છે. જોકે વેનેઝુએલાનું તેલ ખરીદવામાં માર્જિન આકર્ષક ન હોવાનું જાણવા મળે છે. ભારતીય રિફાઇનર્સે અગાઉ કહ્યું હતું કે વેનેઝુએલાના ક્રૂડ ઑઇલ પર ડિસ્કાઉન્ટ વ્યાપારી રીતે આકર્ષક બનાવવા માટે પૂરતું નથી.
ADVERTISEMENT
નરેન્દ્ર મોદીએ વેનેઝુએલાનાં કાર્યકારી પ્રેસિડન્ટ સાથે વાત કરી
અમેરિકાએ વેનેઝુએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોને પકડ્યાના અઠવાડિયા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે તેમણે વેનેઝુએલાનાં કાર્યકારી પ્રેસિડન્ટ ડેલ્સી રૉડ્રિગ્ઝ સાથે વાત કરી હતી. આ મુદ્દે એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે અમે આગામી વર્ષોમાં ભારત-વેનેઝુએલા સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવાના સહિયારા વિઝન સાથે તમામ ક્ષેત્રોમાં અમારી દ્વિપક્ષીય ભાગીદારીને વધુ ગાઢ અને વિસ્તૃત કરવા સંમત થયાં છીએ.
અમેરિકામાં ફરી એક વાર સરકાર આંશિક રીતે બંધ
અમેરિકન સરકારનું આંશિક શટડાઉન સ્થાનિક સમય મુજબ શનિવારે સવારથી અમલમાં આવ્યું હતું. સેનેટ દ્વારા સરકારી ભંડોળ બિલોના સુધારેલા પૅકેજને મંજૂરી આપવા માટે છેલ્લી ઘડીની સમયમર્યાદા પૂરી થયાના કલાકો પછી આંશિક ફેડરલ સરકારનું શટડાઉન થયું હતું. હવે સોમવાર પહેલાં ગૃહ ફેરફારોને મંજૂરી આપે એવી અપેક્ષા નથી. અમેરિકન સેનેટે શુક્રવારે ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટી માટે વિસ્તૃત ભંડોળ અલગ રાખવા માટે મતદાન કર્યું હતું. ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) પર પ્રતિબંધો માટેની ડેમોક્રૅટ્સની માગણીઓ પર વાટાઘાટો કરવા માટે વાઇટ હાઉસ સાથેના સોદાને બે અઠવાડિયાં માટે મુલતવી રાખ્યા પછી આ ઘટનાક્રમ બન્યો હતો, જેમાં એજન્ટોને વર્કિંગ બૉડી કૅમેરા પહેરવાની અને માસ્ક ન પહેરવાની આવશ્યકતાનો સમાવેશ થાય છે. હવે હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સે સોદાના અંતિમ સંસ્કરણને મંજૂરી આપવા માટે મતદાન કરવું પડશે, જે સોમવાર સુધી થવાની શક્યતા નથી. આ સોદામાં હોમલૅન્ડ સિક્યૉરિટી વિભાગ માટે ભંડોળમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને એમાં પાંચ અન્ય બિલનો સમાવેશ કરવામાં આવ્યો હતો.


