તામિલનાડુ અને પૉન્ડિચેરીના યુવાનોનાં નિધનથી પરિવારમાં શોક, વૅનકુવરમાં ભારતનું કૉન્સ્યુલેટ સહાય કરશે
તામિલનાડુના મનોજ શિવકુમાર અને પૉન્ડિચેરીના શ્રીસરણ
કૅનેડામાં ફ્લાઇટ-ટ્રેઇનિંગ દરમ્યાન થયેલા એક વિમાન-અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીઓનાં મોત થયાં હતાં. વૅનકુવરમાં આવેલા ભારતના કૉન્સ્યુલેટે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર પોસ્ટ કરીને આ દુર્ઘટનાની માહિતી આપી હતી. યુવાનોની ઓળખ તામિલનાડુના મનોજ શિવકુમાર અને પૉન્ડિચેરીના શ્રીસરણ તિરુજ્ઞાનસંબન્થમ તરીકે થઈ છે.
કૉન્સ્યુલેટે શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને મૃતદેહોને ભારત પાછા લાવવા સહિતની તમામ મદદ પૂરી પાડવાની તૈયારી દર્શાવી છે. અકસ્માતનાં ચોક્કસ કારણો હજી સુધી જાણી શકાયાં નથી. કૅનેડાની સર્ચ ઍન્ડ રેસ્ક્યુ સર્વિસિસ અને પોલીસ-અધિકારીઓ આ મામલે સઘન તપાસ ચલાવી રહ્યાં છે.
