મોટા ભાગે રશિયાએ યુક્રેન પર પશ્ચિમમાં સરહદી વિસ્તારોમાં યુદ્ધને તીવ્ર બનાવવા અને વધુ ને વધુ હુમલા કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
યુક્રેનના પશ્ચિમ વિસ્તારોમાં રશિયાએ એક દિવસમાં ૬૦૦થી વધુ ડ્રોન હુમલા કર્યા હતા.
રશિયા દ્વારા યુક્રેન પર એક મહિનાનો સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ થવાના અને ૧૫થી વધુ લોકો ઘાયલ થયા હોવાના રિપોર્ટ્સ આવ્યા હતા. બુધવારની રાતથી ગુરુવારના દિવસમાં રશિયા તરફથી ૬૧૪ જેટલાં ડ્રોન્સ અને ૪૦ મિસાઇલ્સ છોડવામાં આવ્યાં હતાં. યુક્રેનની સેનાએ આ હુમલામાં ૫૭૭ જેટલાં ડ્રોન્સ તોડી પાડ્યાં હતાં. મોટા ભાગે રશિયાએ યુક્રેન પર પશ્ચિમમાં સરહદી વિસ્તારોમાં યુદ્ધને તીવ્ર બનાવવા અને વધુ ને વધુ હુમલા કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જોકે આ વખતે આટલો મોટો હુમલો પશ્ચિમી વિસ્તાર પર કરવામાં આવ્યો હતો.


