Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > સૅન ફ્રાન્સિસ્કોના દૂતાવાસમાં પણ તોડફોડ

સૅન ફ્રાન્સિસ્કોના દૂતાવાસમાં પણ તોડફોડ

21 March, 2023 11:44 AM IST | San Francisco
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકામાં વસતા ભારતીયોએ ઘટનાની ભારે નિંદા કરી હતી તેમ જ આ હુમલા માટે જવાબદાર લોકો વિરુદ્ધ તરત કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી. 

સૅન ફ્રાન્સિસ્કોના દૂતાવાસ પરના હુમલાનો વિડિયો-ગ્રૅબ

સૅન ફ્રાન્સિસ્કોના દૂતાવાસ પરના હુમલાનો વિડિયો-ગ્રૅબ


લંડન બાદ અમેરિકાના સૅન ફ્રાન્સિસ્કોમાં પણ ખાલિસ્તાન સમર્થકોએ દુઃસાહસ દેખાડ્યું હતું, જેમાં ભારતના વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કરીને એને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પહેલાં સમર્થકોએ દૂતાવાસ પર ખાલિસ્તાની ઝંડા ફરકાવ્યા હતા, જે ત્યાંના બે કર્મચારીએ હટાવતાં તેઓએ દૂતાવાસમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો તેમ જ પોતાના હાથમાં રહેલી લાકડીઓની મદદથી દૂતાવાસના દરવાજા તથા બારીઓના કાચને તેમ જ બહાર પાર્ક કરેલી કારોને નુકસાન પહોચાડ્યું હતું. અમેરિકામાં વસતા ભારતીયોએ ઘટનાની ભારે નિંદા કરી હતી તેમ જ આ હુમલા માટે જવાબદાર લોકો વિરુદ્ધ તરત કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

21 March, 2023 11:44 AM IST | San Francisco | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK