Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઇસ્લામ બન્યો વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતો ધર્મ, જાણો શું છે હિન્દુ ધર્મની સ્થિતિ

ઇસ્લામ બન્યો વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતો ધર્મ, જાણો શું છે હિન્દુ ધર્મની સ્થિતિ

Published : 03 June, 2025 01:54 PM | Modified : 04 June, 2025 06:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Pew Research on Islam and other Religions: પ્યુ રિસર્ચ સેન્ટરના અહેવાલ મુજબ, આગામી 35 વર્ષોમાં ઇસ્લામ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતો ધર્મ બનશે અને 2060 સુધીમાં અંદાજિત મુસ્લિમ વસ્તી 3 અબજથી વધુ હશે. ચાલો જાણીએ આ રિસર્ચ પ્રમાણે હિન્દુ ધર્મની સ્થિતિ શું છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)


પ્યુ રિસર્ચ સેન્ટરના તાજેતરના અહેવાલ મુજબ, આગામી 35 વર્ષોમાં ઇસ્લામ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતો ધર્મ બનશે. પ્યુ રિપોર્ટ મુજબ, 2060 સુધીમાં અંદાજિત મુસ્લિમ વસ્તી 3 અબજથી વધુ હશે. હાલમાં, વિશ્વમાં કુલ મુસ્લિમ વસ્તી લગભગ 2 અબજ છે. આવનારા સમયમાં મુસ્લિમોની સંખ્યામાં વધારા માટે વસ્તી દર, ધર્માંતરણ દર અને યુવા મુસ્લિમ વસ્તીને જવાબદાર માનવામાં આવી રહી છે. ઇસ્લામ ફક્ત જન્મ દરના આધારે જ નહીં, પરંતુ વ્યાપકપણે અનુસરવામાં આવતા ધર્મ તરીકે તેની ઓળખ જાળવી રાખવાનો દર પણ ખૂબ ઊંચો છે.

પ્યુ સર્વે (13 દેશોમાં) એ જાહેર કર્યું છે કે મુસ્લિમ પરિવારોમાં ઉછરેલા 90 ટકા થી વધુ લોકો હજી પણ પોતાને મુસ્લિમ માને છે. એકલા અમેરિકામાં, આ સંખ્યા ઘટીને લગભગ 74 ટકા થઈ જાય છે, જે બાકીના દેશો કરતા ઓછી છે. ખ્રિસ્તી ધર્મ, યહૂદી ધર્મ અને હિન્દુ ધર્મની તુલનામાં ઇસ્લામ છોડનારા લોકોની સંખ્યા સૌથી ઓછી છે. ઇસ્લામ છોડીને જતા મોટાભાગના લોકો હવે કોઈ ધર્મનું પાલન કરતા નથી અથવા પોતાને ખ્રિસ્તી તરીકે પણ ઓળખાવતા નથી. ખ્રિસ્તી ધર્મથી ઇસ્લામમાં રૂપાંતર અમેરિકા, કેન્યા, ઘાના જેવા દેશોમાં સૌથી વધુ જોવા મળ્યું.



ધર્માંતરણની વાસ્તવિકતા: મીડિયાની સરખામણીમાં આંકડા શું કહે છે?
ધાર્મિક ધ્રુવીકરણના યુગમાં, ધર્માંતરણ એક વિવાદાસ્પદ મુદ્દો છે, પરંતુ પ્યુ રિપોર્ટ સ્પષ્ટ કરે છે કે વિશ્વના 13 દેશોમાં, ધર્માંતરણને કારણે ઇસ્લામમાં 3 ટકા કરતાથી પણ ઓછો વધારો છે. ઇન્ડોનેશિયા જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં, ધર્માંતરણ અથવા ઇસ્લામ છોડવાનો દર 1 ટકા કરતા પણ ઓછો છે. ધર્માંતરણ ઇસ્લામની વસ્તી વૃદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપે છે. આ મુખ્ય કારણ છે કે તેની વસ્તી ઘટી રહી નથી અને તે સતત વધી રહી છે.


હિન્દુ ધર્મની સ્થિતિ
પ્યુ રિપોર્ટમાં ફક્ત ચાર દેશોના હિન્દુ ધર્મ વિશે માહિતી છે. તેમ ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા અને અમેરિકાનો સમાવેશ થાય છે. ભારત અને બાંગ્લાદેશમાં, હિન્દુ તરીકે ઉછરેલા લગભગ બધા લોકો હસજી પણ હિન્દુ છે. શ્રીલંકામાં, 10 માંથી 9 હિન્દુઓએ પોતાની ઓળખ જાળવી રાખી છે. અમેરિકામાં, હિન્દુ ધર્મમાં ઉછરેલા ફક્ત 82 ટકા લોકો પુખ્ત થયા પછી પોતાને હિન્દુ માને છે. અમેરિકામાં 11 ટકા હિન્દુઓ હવે નાસ્તિક, અજ્ઞેયવાદી અથવા ધર્મ સાથે જોડાયેલા નથી. શ્રીલંકામાં, ઘણા ભૂતપૂર્વ હિન્દુઓ હવે ખ્રિસ્તી ધર્મ અપનાવી ચૂક્યા છે. ભારત અને બાંગ્લાદેશમાં કરવામાં આવેલા સર્વેક્ષણો અનુસાર, અહીં ધાર્મિક સ્થિરતા સૌથી વધુ છે. અહીં 99 ટકા હિન્દુઓ અને મુસ્લિમો તેમના જન્મ ધર્મ પ્રત્યે વફાદાર રહે છે. આ ધાર્મિક સંસ્કૃતિ, કૌટુંબિક મૂલ્યો અને ધાર્મિક સામાજિક માળખાની મજબૂતાઈનું પ્રતીક છે.


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK