પાકિસ્તાની સૈન્યના અધિકારીઓને સંબોધતાં તેમણે સ્વીકાર્યું હતું કે હવે પાકિસ્તાનના નજીકના મિત્રો પણ દેશને નાણાકીય મદદ કરવાથી શરમાઈ રહ્યા છે.
શાહબાઝ શરીફ
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ફરી એક વાર તેમના દેશની નબળી અર્થવ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરી છે. પાકિસ્તાની સૈન્યના અધિકારીઓને સંબોધતાં તેમણે સ્વીકાર્યું હતું કે હવે પાકિસ્તાનના નજીકના મિત્રો પણ દેશને નાણાકીય મદદ કરવાથી શરમાઈ રહ્યા છે.
શાહબાઝ શરીફે કહ્યું હતું કે ‘ચીન પાકિસ્તાનનો સૌથી જૂનો મિત્ર છે. સાઉદી અરેબિયા, ટર્કી, કતર અને UAE આપણા સૌથી વિશ્વસનીય મિત્રો છે; પરંતુ હવે આ દેશો અપેક્ષા રાખે છે કે આપણે તેમની સાથે વેપાર, નવીનતા, શિક્ષણ, આરોગ્ય અને રોકાણ જેવાં ક્ષેત્રોમાં ભાગીદારી કરીએ અને ફક્ત મદદ માગવા માટે નહીં. આ દેશો પાકિસ્તાન પાસેથી પરસ્પર ફાયદાકારક કરારોની અપેક્ષા રાખે છે, એકતરફી સહાયની નહીં.’


