Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > લંડનથી દિલ્હી આવતી ઇન્ડિગોની ફ્લાઇટ ૭૮ મિનિટ હવામાં રહ્યા બાદ ટેક્નિકલ ખામીના કારણે હીથ્રો ઍરપોર્ટ પાછી ફરી

લંડનથી દિલ્હી આવતી ઇન્ડિગોની ફ્લાઇટ ૭૮ મિનિટ હવામાં રહ્યા બાદ ટેક્નિકલ ખામીના કારણે હીથ્રો ઍરપોર્ટ પાછી ફરી

Published : 24 September, 2026 05:02 PM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લંડનથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ ટેક્નિકલ ખામીના કારણે હીથ્રો ઍરપોર્ટ પરત ફરી હતી. મંગળવારે રાત્રે ૮.૦૫ વાગ્યે રવાના થયેલું વિમાન ઇંગ્લિશ ચૅનલ નજીક ૨૪,૦૦૦ ફુટની ઊંચાઈએ પહોંચ્યું બાદ પરત ફર્યું હતું.

ઇન્ડિગો ફ્લાઇટ (સૌજન્ય : મિડ-ડે)

ઇન્ડિગો ફ્લાઇટ (સૌજન્ય : મિડ-ડે)


લંડનના હીથ્રો ઍરપોર્ટથી નવી દિલ્હી માટે રવાના થયેલી ઇન્ડિગો ઍરલાઇનની એક ફ્લાઇટને ગઈ કાલે ટેક્નિકલ ખામીના કારણે લંડન પાછી વાળવામાં આવી હતી. ટેક્નિકલ ખામીની જાણકારી આપવામાં આવી નથી પણ જે ઇમર્જન્સી માટે કોડ આપવામાં આવ્યો હતો એના પરથી લાગે છે કે વિમાનમાં ધુમાડો જોવા મળ્યો હશે. આ ફ્લાઇટ મંગળવારે રાત્રે ૮.૦૫ વાગ્યે રવાના થઈ હતી. ઇંગ્લિશ ચૅનલ નજીક ૨૪,૦૦૦ ફુટની ઊંચાઈએ પહોંચ્યા બાદ ટેક્નિકલ ખામીની જાણ થઈ હતી. વિમાન કુલ ૭૮ મિનિટ સુધી હવામાં રહ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2026 05:02 PM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK