Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > 12 વર્ષની ઉંમરે બનાવ્યો રોબોટ! પુતિન સાથે સેલ્ફી લેનાર ભારતનો રાઉલ જૉન અજુ કોણ છે?

12 વર્ષની ઉંમરે બનાવ્યો રોબોટ! પુતિન સાથે સેલ્ફી લેનાર ભારતનો રાઉલ જૉન અજુ કોણ છે?

Published : 27 November, 2026 07:33 PM | IST | Moscow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફોટૉની સાથે તેણે લખ્યું: "નવ વર્ષની ઉંમરે બાથરૂમમાં મારો પહેલો વીડિયો બનાવવાથી લઈને રાષ્ટ્રપતિ પુતિન સાથે સેલ્ફી લેવા સુધીની સફર, મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહૉતું કે જીવન મને અહીં સુધી લઈ આવશે."

રાઉલ જૉન અજુએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સેલ્ફી લીધી

રાઉલ જૉન અજુએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સેલ્ફી લીધી


૧૬ વર્ષીય ભારતીય AI પ્રતિભા રાઉલ જૉન અજુએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સેલ્ફી લીધી છે. `ભારતના AI કિડ` (AI Kid of India) તરીકે ઓળખાતા રાઉલે રશિયાના મૉસ્કોમાં આયોજિત AI Journey (AIJ) 2026 કૉન્ફરન્સમાં પુતિન સાથે આ સેલ્ફી લીધી હતી અને એને સોશ્યલ મીડિયા પર શેર કરી હતી. પુતિન સાથેની સેલ્ફી શેર કરતાં રાઉલે નવ વર્ષની ઉંમરે બનાવેલા પોતાના પ્રથમ વીડિયોને યાદ કર્યો. ફોટૉની સાથે તેણે લખ્યું: "નવ વર્ષની ઉંમરે બાથરૂમમાં મારો પહેલો વીડિયો બનાવવાથી લઈને રાષ્ટ્રપતિ પુતિન સાથે સેલ્ફી લેવા સુધીની સફર, મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહૉતું કે જીવન મને અહીં સુધી લઈ આવશે."

મારી પાસે વહેંચવા માટે વાર્તાઓ છે



રાઉલે આગળ લખ્યું, `મેં જે કંઈ પણ હાંસલ કર્યું છે એના કરતાં પણ વિશેષ હું એ વાત માટે કૃતજ્ઞ છું કે આ સફરે મને એક વધુ સારી વ્યક્તિ બનવામાં મદદ કરી છે. આ `AI સફર` દરમ્યાન કેટલાક અસાધારણ લોકોને મળવાથી, જે મારા કરતાં ક્યાંય વધુ સમજદાર છે, મને એ અહેસાસ થયો છે કે મારે હજુ ઘણું બધું શીખવાનું બાકી છે. AIJ અને એના તમામ લોકોનો આભાર, ખાસ કરીને મારાં માતા-પિતાનો જેમણે હંમેશાં મારામાં વિશ્વાસ રાખ્યો છે અને એ તમામ લોકોનો પણ આભાર જેઓ આ સફરનો હિસ્સો રહ્યા છે. એક નાના બાળકનાં સપનાંઓને વાસ્તવિકતામાં બદલવામાં મદદ કરવા બદલ આપ સૌનો આભાર. હું આજે પણ હૃદયથી એ જ જિજ્ઞાસુ બાળક છું; ફરક માત્ર એટલો છે કે હવે મારી પાસે કહેવા માટે વધુ વાર્તાઓ છે.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raul John Aju (@raul_the_rockstar)


૧૨ વર્ષની ઉંમરે પોતાનો પહેલો રોબોટ બનાવ્યો

રાઉલે ૧૨ વર્ષની ઉંમરે પોતાનો પહેલો રોબોટ `MEBot` બનાવ્યો હતો. તે શાળાના એક વિજ્ઞાન પ્રોજેક્ટનો ભાગ હતો. સંયુક્ત રાષ્ટ્ર (UN) સાથેની એક મુલાકાતમા રાઉલે જણાવ્યું કે ટેક્નોલોજીમાં તેનો રસ કેવી રીતે વિડિયો એડિટિંગથી શરૂ થયો. તેના પિતા અડોબી (Adobe) કંપનીમાં કામ કરે છે, જેના કારણે તેને વિવિધ પ્રીમિયમ ડિજિટલ ટૂલ્સનો પરિચય થયો અને તે સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે તેને માર્ગદર્શન પણ મળ્યું.

Whatsapp-channel Whatsapp-channel

27 November, 2026 07:33 PM IST | Moscow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK