Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ‘ધરપકડ ગેરકાયદેસર’: પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનની કરી તરફદારી

‘ધરપકડ ગેરકાયદેસર’: પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનની કરી તરફદારી

11 May, 2023 07:26 PM IST | Islamabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કોર્ટે કહ્યું કે ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટના પરિસરમાંથી ધરપકડ કરીને ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


પાકિસ્તાન (Pakistan)ના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના વડા ઈમરાન ખાન (Imran Khan)ની ધરપકડ અંગે ગુરુવારે સુપ્રીમ કોર્ટ (Pakistan’s Supreme Court)માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલની અધ્યક્ષતામાં થયેલી સુનાવણીમાં કોર્ટે ઈમરાનની ધરપકડ પર નારાજગી વ્યક્ત કરી હતી. આ સાથે તેમની ધરપકડને ગેરકાયદેસર કરી હતી.

કોર્ટે કહ્યું કે ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટના પરિસરમાંથી ધરપકડ કરીને ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ બંદિયાલે કહ્યું કે કોર્ટમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. કોર્ટે NABને પૂછ્યું છે કે કોર્ટમાંથી કોઈની ધરપકડ કેવી રીતે થઈ શકે?



મામલાની સુનાવણી કરતી બેન્ચે કહ્યું કે, “કોર્ટમાંથી કોઈની ધરપકડ કરી શકાય નહીં. NABએ કોર્ટનું અપમાન કર્યું છે. તે જ સમયે, લગભગ 4 વાગ્યે, સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનને એક કલાકની અંદર કોર્ટમાં હાજર થવા કહ્યું હતું. આ સાથે જ ચીફ જસ્ટિસ બંદિયાલે કડક સૂચના આપી હતી કે ઈમરાન ખાનના આગમન પર રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓએ સુપ્રીમ કોર્ટમાં આવશે નહીં. કોર્ટના આદેશ બાદ પીટીઆઈ ચીફને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.


ધરપકડ પહેલા પરવાનગી લેવી જોઈએ

ઈમરાન ખાનની ધરપકડ પર કોર્ટે કહ્યું કે, “જો કોઈ વ્યક્તિએ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું હોય તો તેની ધરપકડ કરવાનો શું અર્થ છે? આ રીતે ભવિષ્યમાં ન્યાય માટે કોર્ટમાં પણ કોઈ પોતાને સુરક્ષિત નહીં માને.” મુખ્ય ન્યાયાધીશે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “ધરપકડ પહેલા રજિસ્ટ્રાર પાસેથી પરવાનગી લેવી જોઈતી હતી.”


સુપ્રીમ કોર્ટે NABની જાતકણી કાઢી

દરમિયાન જસ્ટિસ અતહર મિનાલ્લાહે ટિપ્પણી કરી હતી કે NAB ઘણા વર્ષોથી આ કરી રહી છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ધરપકડ કરવામાં આવી રહી છે, આ પ્રક્રિયા બંધ થવી જોઈએ.

આ ઓન વાંચો: ઇમરાનની ધરપકડ પાછળ ચીનની ચાલ?

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે પૂછ્યું કે, “ઈમરાન ખાનની કેટલા લોકોએ ધરપકડ કરી? આના પર ઈમરાન ખાનના વકીલ સલમાન સફદરે કહ્યું કે તેમની 80થી 100 લોકોએ ધરપકડ કરી છે. અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. આ મામલો યુનિવર્સિટીની જમીન સાથે જોડાયેલો છે. આ કેસમાં ઈમરાન ખાનની સાથે તેની પત્ની બુશરા બીવીનું નામ પણ સામેલ છે. જોકે, હજુ સુધી તેની પત્નીની ધરપકડ કરવામાં આવી નથી.

Whatsapp-channel Whatsapp-channel

11 May, 2023 07:26 PM IST | Islamabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK