Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઈમરાનની ધરપકડ બાદ આગની જ્વાળામાં પાકિસ્તાન, હિંસામાં 6 લોકોના મોત, ઈન્ટરનેટ બંધ

ઈમરાનની ધરપકડ બાદ આગની જ્વાળામાં પાકિસ્તાન, હિંસામાં 6 લોકોના મોત, ઈન્ટરનેટ બંધ

10 May, 2023 12:49 PM IST | Islamabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Pakistan Imran Khan)ની ધરપકડ બાદ દેશમાં હિંસક પ્રદર્શન થઈ રહ્યું છે. સ્થિતિ એ હદે કથળી છે કે ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે અને કલમ 144 લાગૂ કરવામાં આવી છે.

તસવીરઃ PTI

તસવીરઃ PTI


પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Pakistan Imran Khan)ની મંગળવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ દેશમાં તણાવનો માહોલ ઉભો થયો છે. ઈમરાન ખાનની ધરપકડથી રોષે ભરાયેલા સમર્થકોએ કેટલાક મુખ્ય વિસ્તારમાં હિંસક પ્રદર્શન શરૂ કર્યુ છે. ઈમરાન ખાનની ધરપકડના વિરોધમાં પાકિસ્તાનમાં વિરોધ-પ્રદર્શને જોર પકડ્યું છે. કેટલાક વિસ્તારમાં સ્થિતિ જોખમી અને હિંસક બની છે. જે જગ્યાએ પ્રદર્શન થઈ રહ્યું છે તેમાં ઉચ્ચ સુરક્ષાવાળા ક્ષેત્ર પણ સામેલ છે, જયાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ(PTI) સમર્થકો અને સેનાના જવાનો વચ્ચે ઘર્ષણ થયું. 

આ પહેલા મંગળવારે પાકિસ્તાનમાં પ્રદર્શનકારીઓએ લાહોરમાં સેનાના કમાંડરોના આવાસ અને રાવલપિંડીમાં સેનાના મુખ્યાલય પરિસરમાં પ્રવેશ કર્યો હતો. પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાને રાખી અમુક શહેરમાં 144 કલમ લાદી છે. એવામાં ખબર એવી પણ આવી રહી છે કે ઈમરાન ખાનને ચાર થી પાંચ દિવસ સુધી રાષ્ટ્રીય જવાબદેહી બ્યુરો (NAB)ની કસ્ટડીમાં રહેવું પડે તેવી સંભાવના છે, કારણ કે બ્યુરોએ કાનુન હેઠળ તેમની અધિક રિમાંડ માટે અદાલતને અનુરોધ કર્યો છે. ડૉન સમાચાર અનુસાર એનએબીના એક સુત્રએ મંગળવારે જણાવ્યું કે ઈમરાન ખાનને આજે એટલે કે બુધવારે ઈમરાન ખાનને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અમે તેમને ઓછામાં ઓછા ચારથી પાંચ દિવસ સુધી કસ્ટડીમાં રાખવાનો તમામ પ્રયાસ કરીશું, એમ સૂત્રએ જણાવ્યું હતું. નેશનલ એકાઉન્ટેબિલિટી ઓર્ડિનન્સ, 1999માં કરવામાં આવેલા નવા સુધારા હેઠળ, કોઈપણ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવતા શારીરિક રિમાન્ડની અવધિ 90 દિવસથી ઘટાડીને 14 દિવસ કરવામાં આવી છે. સૂત્રએ જણાવ્યું હતું કે, અમે કોર્ટને વધુમાં વધુ 14 દિવસની કસ્ટડીની મંજૂરી આપવા વિનંતી કરીશું.


આ પણ વાંચો: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ, ઈસ્લામાબાદ કોર્ટ પાસેથી ઝડપાયા

પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા ડાઉન
પાકિસ્તાનમાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયાને દૂર કરવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં ઘણા વપરાશકર્તાઓ માટે ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની સેવાઓ કથિત રીતે સસ્પેન્ડ કરવામાં આવી છે. આ સાથે ઈન્ટરનેટ સેવા પણ બંધ કWorld News, International news, Latest international news, Latest World News, World Breaking News, World News Headlines, World News Today, Pakistan, Pakistan News, Pakistan News Live, Imran khan, Imran Khan news, Imran Khan newsરી દેવામાં આવી છે. કેટલાક લોકોએ મંગળવારે સાંજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સેસ કરવામાં અસમર્થ હોવાની જાણ કરી હતી. આઉટેજ-ટ્રેકિંગ વેબસાઇટ DownDetector.com અનુસાર, વપરાશકર્તાઓ ત્રણેય પ્લેટફોર્મ પર તેમના એકાઉન્ટ્સમાં લૉગ ઇન કરવામાં અસમર્થ હતા.


ડાઉન ડિટેક્ટર તેના પ્લેટફોર્મ પર વપરાશકર્તા દ્વારા સબમિટ કરેલી ભૂલો સહિત વિવિધ સ્ત્રોતોમાંથી સ્ટેટસ રિપોર્ટ્સ એકત્ર કરીને આઉટેજને ટ્રેક કરે છે. આઉટેજ મોટી સંખ્યામાં વપરાશકર્તાઓને અસર કરી શકે છે. આ સાથે મોટી સંખ્યામાં સ્માર્ટફોન યુઝર્સે પણ વોટ્સએપ કામ ન કરવાની ફરિયાદ કરી છે, તે ડેસ્કટોપ અને મોબાઈલ બંને પર કામ નથી કરી રહ્યું. રિપોર્ટ્સ અનુસાર, દેશભરમાં ઘણા યુઝર્સ માટે ઈન્ટરનેટ સ્પીડ ધીમી થઈ ગઈ છે.

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના કાર્યકરો અને સમર્થકોએ અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં પાર્ટીના પ્રમુખ ઈમરાન ખાનની ધરપકડ બાદ દેશવ્યાપી વિરોધ શરૂ કર્યા પછી તરત જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને વોટ્સએપનું આંશિક સસ્પેન્શન આવ્યું છે.

આ પણ વાંચો: ડોનલ્ડ ટ્રમ્પ મુસીબતમાં! યૌન શોષણ કેસમાં દોષી, ૪૧ કરોડ દંડ ભરવો પડશે

કલમ 144 લાગુ કરવામાં આવી છે
ઈમરાન ખાનની ધરપકડ પછી તરત જ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને નિયંત્રિત કરવા માટે ઈસ્લામાબાદ અને અન્ય કેટલાક શહેરોમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી, જ્યારે હિંસક વિરોધને કારણે કેટલાક શહેરોમાં પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. મંગળવારે સમગ્ર પંજાબમાં કલમ 144 પણ લાગુ કરવામાં આવી હતી. આ ઉપરાંત બુધવારે શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે. 

પ્રદર્શનકારીઓ અને સેના વચ્ચે અથડામણ
બલૂચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં પ્રદર્શનકારીઓ અને સેના વચ્ચેની અથડામણમાં એક વ્યક્તિના મોતના અહેવાલ છે. આ સિવાય પાંચ લોકો ઘાયલ થયા હોવાની માહિતી છે. જ્યારે કરાચી, પેશાવર, રાવલપિંડી અને લાહોરમાં સમાન હિંસામાં લગભગ 15 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. વિરોધીઓએ રાવલપિંડીમાં પાકિસ્તાન આર્મીના હેડક્વાર્ટરમાં પણ તોડફોડ કરી હતી. વિરોધ પ્રદર્શનમાં થયેલી હિંસામાં 6 લોકોના મોત થયાં છે. 

Whatsapp-channel Whatsapp-channel

10 May, 2023 12:49 PM IST | Islamabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK