Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હી પોલીસે ઍક્ટ્રેસને કહ્યું કે કમનસીબે પાકિસ્તાન અમારા અધિકારક્ષેત્રમાં નથી

દિલ્હી પોલીસે ઍક્ટ્રેસને કહ્યું કે કમનસીબે પાકિસ્તાન અમારા અધિકારક્ષેત્રમાં નથી

11 May, 2023 11:58 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાનના ભૂતપૂર્વ પીએમ અને પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફના ચૅરમૅન ઇમરાન ખાનની ધરપકડ બાદ તેણે આ ટ્વીટ કર્યું હતું. 

પાકિસ્તાની ઍક્ટર સેહર શિનવારી

પાકિસ્તાની ઍક્ટર સેહર શિનવારી


દિલ્હી પોલીસે પાકિસ્તાની ઍક્ટર સેહર શિનવારીના ટ્વીટનો જોરદાર જવાબ આપ્યો હતો. વાસ્તવમાં આ પાકિસ્તાની ઍક્ટ્રેસે ટ્વીટ કર્યું હતું કે ‘કોઈ દિલ્હી પોલીસની ઑનલાઇન લિન્ક જાણે છે? મારે ભારતના પીએમ અને ઇન્ડિયન ઇન્ટેલિજન્સ એજન્સી રૉની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવી છે કે જેઓ મારા દેશ પાકિસ્તાનમાં અંધાધૂંધી અને આતંકવાદ ફેલાવી રહ્યા છે. જો ભારતીય અદાલતો ફ્રી હોય (જેમ તેઓ દાવો કરે છે તો) મને ખાતરી છે કે ભારતીય સુપ્રીમ કોર્ટ મને ન્યાય અપાવશે.’

પાકિસ્તાનના ભૂતપૂર્વ પીએમ અને પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફના ચૅરમૅન ઇમરાન ખાનની ધરપકડ બાદ તેણે આ ટ્વીટ કર્યું હતું. 



દિલ્હી પોલીસે એના જવાબમાં ટ્વીટ કર્યું હતું કે ‘કમનસીબે પાકિસ્તાન હજી અમારા અધિકારક્ષેત્રમાં નથી. જોકે અમને એ જાણવાનું ગમશે કે તમારા દેશમાં જ્યારે ઇન્ટરનેટ બંધ છે ત્યારે તમે કેવી રીતે ટ્વીટ કરી રહ્યા છો.’


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2023 11:58 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK