દિવ્યાંગ પત્નીને મિનિસ્ટર એકલી મૂકીને નાસી ગયા તો પ્રદર્શનકારીઓએ હૉસ્પિટલમાં પહોંચાડી
માનવતા દર્શાવતો એક વિડિયો સામે આવ્યો હતો
નેપાલમાં પ્રદર્શનકારીઓએ અનેક રાજકારણીઓ અને પ્રધાનોનો પીછો કર્યો હતો અને તેમને માર માર્યો હતો, પણ આવી વિગતો વચ્ચે માનવતા દર્શાવતો એક વિડિયો પણ સામે આવ્યો હતો. આ વિડિયોમાં પ્રદર્શનકારીઓ એક પ્રધાનની દિવ્યાંગ પત્નીને હૉસ્પિટલમાં લઈ ગયા હતા. નેપાલના પ્રધાન શરદસિંહ ભંડારી વિરોધીઓના ડરથી તેમની દિવ્યાંગ પત્નીને એકલી છોડીને નેપાલમાંથી ભાગી ગયા હતા, પણ પ્રદર્શનકારીઓએ તેમની પત્નીને હૉસ્પિટલ પહોંચાડી હતી.


