અમેરિકાના બંધારણ મુજબ કોઈ વ્યક્તિ બે વાર અમેરિકાની પ્રેસિડન્ટ બની શકે છે, એ પછી ત્રીજી વાર તે ચૂંટણી લડી શકતી નથી
ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર
અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ગેરકાયદે ત્રીજા કાર્યકાળ વિશેની પોસ્ટ્સ પછી ડોનલ્ડ ટ્રમ્પે પૂછ્યું હતું કે શું મારે ચોથી ટર્મ માટે પ્રયાસ કરવો જોઈએ? તેમની આ પોસ્ટ પર મિક્સ પ્રતિક્રિયાઓ આવી છે.
અમેરિકાના બંધારણ મુજબ કોઈ વ્યક્તિ બે વાર અમેરિકાની પ્રેસિડન્ટ બની શકે છે, એ પછી ત્રીજી વાર તે ચૂંટણી લડી શકતી નથી. અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ત્રીજા કાર્યકાળને બદલે સીધા ચોથા કાર્યકાળ માટે ટ્રમ્પે ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટ ટ્રુથ સોશ્યલ પર લખ્યું હતું કે ‘બધી જગ્યાએ રેકૉર્ડ સંખ્યાઓ છે. શું મારે ચોથા કાર્યકાળ માટે પ્રયાસ કરવો જોઈએ?’
ADVERTISEMENT
ટ્રમ્પ ભૂતકાળમાં દાવો કરી ચૂક્યા છે કે ત્રીજા કાર્યકાળને શક્ય બનાવવાની પદ્ધતિઓ છે, પરંતુ તેમણે વિગતો આપી નહોતી.
નોંધનીય છે કે ટ્રમ્પની આ ટિપ્પણી અમેરિકન શૅરબજારમાં વધારો થયાના થોડા સમય પછી આવી હતી. આ મુદ્દે ઘણા લોકોએ એ પણ નિર્દેશ કર્યો હતો કે ટ્રમ્પ કેવી રીતે ત્રીજા કાર્યકાળને છોડીને સીધા ચોથા કાર્યકાળની વાત કરી રહ્યા છે?


