Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનને ૩૨૦ કરોડ રૂપિયાની સહાય આપવાની કૅનેડાની જાહેરાત

પાકિસ્તાનને ૩૨૦ કરોડ રૂપિયાની સહાય આપવાની કૅનેડાની જાહેરાત

Published : 24 July, 2026 11:48 AM | IST | Pakistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૅનેડાએ પાકિસ્તાનમાં સુરક્ષા અને વિકાસ પહેલ માટે ૪૭.૨ મિલ્યન કૅનેડિયન ડૉલર (આશરે ૩૨૦ કરોડ રૂપિયા)થી વધુની સહાયની જાહેરાત કરી છે.

 વડા પ્રધાન શાહબાઝ શરીફ

વડા પ્રધાન શાહબાઝ શરીફ


કૅનેડાએ પાકિસ્તાનમાં સુરક્ષા અને વિકાસ પહેલ માટે ૪૭.૨ મિલ્યન કૅનેડિયન ડૉલર (આશરે ૩૨૦ કરોડ રૂપિયા)થી વધુની સહાયની જાહેરાત કરી છે. આમાં પૂરગ્રસ્ત બાળકો માટે શિક્ષણની સુવિધા પુનઃસ્થાપિત કરવામાં મદદ કરવા માટે ૧૦ મિલ્યન કૅનેડિયન ડૉલર, આબોહવા સ્થિતિસ્થાપકતાને મજબૂત કરવા માટે ૧૫ મિલ્યન કૅનેડિયન ડૉલર અને કુટુંબનિયોજન સહિત પ્રજનન સ્વાસ્થ્ય સેવાઓની સુવિધાઓને વિસ્તૃત કરવા માટે ૨૦ મિલ્યન કૅનેડિયન ડૉલરનો સમાવેશ થાય છે.

કૅનેડાનાં વિદેશપ્રધાન અનિતા આનંદે કૅનેડા અને પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા અને વેપાર અને રોકાણને મજબૂત બનાવવા માટે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. છેલ્લાં ૨૦ વર્ષમાં કૅનેડાના વિદેશપ્રધાને પહેલી વાર પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. અનિતા આનંદે પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશપ્રધાન મોહમ્મદ ઇશાક દાર, વડા પ્રધાન શાહબાઝ શરીફ અને ગૃહપ્રધાન મોહસીન નકવી મુનીર સાથે મુલાકાત કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2026 11:48 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK