Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બસ ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ કરનારા BESTના ૨૩ ડ્રાઇવરો દંડાયા

બસ ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ કરનારા BESTના ૨૩ ડ્રાઇવરો દંડાયા

Published : 24 July, 2026 10:06 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાદાં કપડાંમાં BESTના અધિકારીઓ અને ડેપોનો સ્ટાફ તહેનાત

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


દાદરના પ્લાઝા સિનેમા નજીક ૮ જૂને બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગની બસ દ્વારા થયેલા અકસ્માતમાં બે જણનાં મૃત્યુ થવાની ઘટના બાદ BEST દ્વારા બેદરકારીપૂર્વક બસ ચલાવનારા વેટ-લીઝ એટલે કે કૉન્ટ્રૅક્ટ પરની બસોના ડ્રાઇવરો વિરુદ્ધ પગલાં લેવાનું શરૂ થયું છે. અત્યાર સુધી BEST દ્વારા કાર્યવાહી કરીને બસ ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ કરનારા ૨૩ બસ-ડ્રાઇવરોને દંડ ફટકારવામાં આવ્યો છે.

૧૨ જૂનથી ૩૦ જૂન દરમ્યાન આ કાર્યવાહી કરવામાં આવી હતી અને નિયમોનું ઉલ્લંઘન કરનારા ડ્રાઇવરોને એક-એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ભવિષ્યમાં ફરીથી આ જ નિયમનું ઉલ્લંઘન કરનારા ડ્રાઇવરોને બમણો દંડ ફટકારવામાં આવશે એમ BESTના અધિકારીઓએ જણાવ્યું હતું. 



સાદાં કપડાંમાં BESTના અધિકારીઓ રાખે છે બાજનજર
નિયમોનું ઉલ્લંઘન કરીને પ્રવાસીઓના જીવને જોખમમાં મૂકનારા ડ્રાઇવરો પર નજર રાખવા માટે BESTના અધિકારીઓને સાદાં કપડાંમાં તહેનાત કરવામાં આવ્યા છે. પ્રવાસીઓની સુરક્ષા જોખમમાં ન મુકાય એ માટે આ રીતે ફોન પર વાત કરનારા, ઇઅર-ફોન કે હેડફોનનો ઉપયોગ કરનારા, યોગ્ય રીતે ન બેસીને બસ ચલાવનારા ડ્રાઇવરો પર નજર રાખવા માટે BESTના અધિકારીઓ ઉપરાંત બસડેપોના સ્ટાફને પણ સાદાં કપડાંમાં તહેનાત કરવામાં આવ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2026 10:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK