બૉક્સર લવલીના બોર્ગોહેનને સેમી-ફાઇનલમાં સ્થાન મેળવ્યું
ભૂતપૂર્વ વિશ્વ-ચૅમ્પિયન લવલીના
સ્કૉટલૅન્ડના ગ્લાસગોમાં ગઈ કાલે મોડી રાતે કૉમનવેલ્થ ગેમ્સ 2026ની ઓપનિંગ સેરેમની શરૂ થાય એ પહેલાં સાંજે ભારતને ગુડ ન્યુઝ મળ્યા હતા. ભારતીય બૉક્સર લવલીના બોર્ગોહેનનો કૉમનવેલ્થ ગેમ્સમાં મેડલ નિશ્ચિત છે. વિમેન્સ ૭૫ કિલોગ્રામ કૅટેગરીમાં માત્ર પાંચ બૉક્સર હોવાથી લનલીનાને પહેલા રાઉન્ડમાં બાય એટલે કે શરૂઆતનો રાઉન્ડ રમ્યા વગર આગળના રાઉન્ડમાં એન્ટ્રી મળી છે.
કૉમનવેલ્થ ગેમ્સમાં દરેક કૅટેગરીમાં બે બ્રૉન્ઝ મેડલ આપવામાં આવે છે. સેમી-ફાઇનલમાં હારનાર બન્ને બૉક્સરને બ્રૉન્ઝ મળે છે. એટલે કે અંતિમ ચાર ખેલાડીઓમાં પહોંચવાથી મેડલ સુનિશ્ચિત થાય છે. ભારત સિવાય ઑસ્ટ્રેલિયા અને તુવાલુ દેશની ખેલાડી પણ આ કૅટેગરીમાં ક્વૉર્ટર ફાઇનલ રમ્યા વગર સેમી-ફાઇનલમાં પહોંચી છે. ૭૫ કિલોગ્રામ કૅટેગરીમાં માત્ર એક ક્વૉર્ટર-ફાઇનલ મૅચ ઇંગ્લૅન્ડ અને નાઇજીરિયાની ખેલાડી વચ્ચે રમાશે.
ADVERTISEMENT
ટોક્યો 2020 ઑલિમ્પિક્સની બ્રૉન્ઝ મેડલ વિજેતા અને ભૂતપૂર્વ વિશ્વ-ચૅમ્પિયન લવલીના ૩૧ જુલાઈએ સેમી-ફાઇનલમાં તુવાલુની તારોના તાફાકીનો સામનો કરશે. લવલીના બોર્ગોહેન ૧ ઑગસ્ટની ફાઇનલ મૅચમાં એન્ટ્રી મેળવવાનો પ્રયાસ કરશે.
